મેષ રાશિફળ (Aries):
જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. યોગ અને કસરત કરતાં રહો. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં તમારે જ બધી વ્યવસ્થા જોવી પડશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની રહેશે. વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે
વૃષભ રાશિફળ (Taurus):
વ્યવસાયિક સ્થળે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. બાળકોના કરિયરને લઈને ચિંતા રહી શકે છે. સમય આવે ત્યારે પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે. પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે. અન્ય લોકોની સમસ્યાઓથી દૂર રહો.
મિથુન રાશિફળ (Gemini):
વ્યવસાયિક કાર્ય સમય પ્રમાણે પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ સંબંધને ખરાબ કરી શકે છે. ખાવાપીવામાં બેદરકારીને કારણે ગેસ તથા અપચાની સમસ્યા રહેશે. કામ વધારે હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકાશે નહીં. પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. આ સમયે યોગ્ય બજેટ બનાવીને રાખો.
કર્ક રાશિફળ (Cancer):
પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ રહેશે. પરંતુ તેનાથી સંબંધો ગાઢ બનશે. આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે પલ્બિક ડીલિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે. રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે.
સિંહ રાશિફળ (Leo):
વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો. એકાગ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓને શરૂ કરવા માટે આજે સમય યોગ્ય છે. આત્મમંથન કરો. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ક્યારેક વધારે વિચારવામાં સમય લગાવવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો. ભાગ્યની જગ્યાએ કર્મ પર વિશ્વાસ કરો, મિત્રો અને સંબંધી સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત થશે. આ સમયે આવક ઓછી અને ખર્ચ વધારે થવાને કારણે થોડી સમસ્યા રહેશે. ઘરમાં સુખ- શાંતિનો માહોલ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ક્યારેક તમે આળસના કારણે મળતી સફળતાને આગળ ટાળવાની કોશિશ કરશો.
તુલા રાશિફળ (Libra):
તમે બીજા લોકોની તુલનામાં તમારી પોતાની બાબતોને પ્રાધાન્ય આપીને આગળ વધવાનો પ્રયાસ કરશો. કેટલાક લોકો તમારા પ્રત્યે કડવાશ પેદા કરતા જણાય છે, જેના કારણે તમારા કામમાં અવરોધ લાવવાના પ્રયાસો થઈ શકે છે. વર્તમાન સમયમાં જાગૃતિ રાખીને તમારે લોકોના સ્વભાવને તપાસતા રહેવું જરૂરી રહેશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે. જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક લગાવ તમારા સંબંધને મજબૂત કરશે. આજે તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો. સમય ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખવાનો છે. તમે સંપૂર્ણ મહેનત અને લગનથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઈ સંબંધીને ત્યાં ઉત્સવ વગેરેમાં પણ સામેલ થવાનો અવસર મળી શકે છે.
ધન રાશિફળ (Sagittarius):
સફળતાના કારણે ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના પણ આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. તમારા કર્મ અને ભાગ્ય બંને મળીને તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. નહીંતર કોઈ વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સંતાનને લગતી પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તથા મનોબળ જાળવી રાખવું તમારી જવાબદારી છે.
મકર રાશિફળ (Capricorn):
સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ સમયે સંયમની જરૂરિયાત છે. તમારો ગુસ્સો તમારા માટે જ નુકસાનદાયક બની શકે છે. તમારે તમારા ધ્યેયોની યાદ અપાવતા રહેવું પડશે. તો જ ઈચ્છા શક્તિને મજબૂત રાખીને તમે તમારા પ્રયત્નો ચાલુ રાખશો. લોકો તમારા મનમાં ડર ન પેદા કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારી જાતને અન્ય લોકોના મર્યાદિત વિચારોથી પ્રભાવિત ન થવા દો.
કુંભ રાશિફળ (Aquarius):
કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘર અને વેપારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલાં થોડા મતભેદો દૂર થશે. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્યો પણ બની શકે છે. આ સમયે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપો. પરિવાર સાથે શોપિંગ તથા હરવા-ફરવાનો પ્રોગ્રામ બનશે.
મીન રાશિફળ (Pisces):
તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો. તમે તમારા સોમ્ય અને સહજ સ્વભાવ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો. ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના બનશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મળશે. કામ વધારે રહેશે, પરંતુ તમે તમારી કાર્ય કુશળતા અને ઊર્જાથી તેને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.