મેષ રાશિફળ (Aries):
આજનો દિવસ ઉત્તમ થવા જઈ રહ્યો છે. આજે તમને ક્યાંક અટવાયેલા રૂપિયા મળવાની આશા દેખાઈ રહી છે. જેનાથી તમારો વિશ્વાસ ધર્મ અને આધ્યાત્મિકતામાં વધશે. રોજિંદા કામકાજમાં બેદરકારી ના રાખશો, નહીં તો લેવાના દેવા પડી શકે છે. આજના દિવસે તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. જો તમે વેપારી છો તો આજે તમારે બિનજરૂરી વધારે પડતો શ્રમ કરવો પડી શકે છે. જો તમે સરકારી નોકરી કરો છો તો કામ વધારે કરવું પડી શકે છે.
વૃષભ રાશિફળ (Taurus):
આજે તમારો દિવસ મિશ્રિત રહેશે અને કોઈ મામલે લાભ તો કોઈ મામલે નુકસાન થઈ શકે છે. આજે ઓફિસમાં તમારા પદ અને અધિકારોમાં વધારો થઈ શકે છે. તો ઘર અને પરિવારમાં આજે કેટલીક એવી મુશ્કેલીઓ આવી શકે છે કે જેનાથી તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે. અકારણ જ મનમાં નિરાશા જેવી સ્થિતિ અનુભવ થઈ શકે છે.
મિથુન રાશિફળ (Gemini):
આજનો દિવસ તમારા માટે ખાસ છે. આજે કોઈ પણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાની જરૂર છે. પરિવારના લોકો તમારો સાથ આપશે અને નસીબના કારણે આજે તમને કરિયરમાં પણ શુભ તક મળી શકે છે. બિનજરૂરી ચિંતાઓથી મન અશાંત રહી શકે છે. આજનો દિવસ સુખદ જણાઈ રહ્યો છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન થશે અને તમે પ્રગતિ કરી શકશો.
કર્ક રાશિફળ (Cancer):
આજે કોઈ કારણોસર તમે માનસિક રીતે વ્યસ્ત રહેશો. આજનો દિવસ કોઈ પણ પ્રકારની અશાંતિમાં પસાર થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો સંબંધ બંધાશે. આજે કોઈ પણ પ્રકારના નિરાશાજન વિચારોથી બચીને રહેજો. સાંજના સમયે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
સિંહ રાશિફળ (Leo):
આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક છે. મોટા અધિકારી સાથે વિવાદ થઈ શકે છે અને તમને નુકસાન થઈ શકે છે. નવા સંબંધો બનવાથી તમારૂ નસીબ ચમકી શકે છે અને સમાજમાં સન્માન મળશે. મિત્રો સાથે લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. દાંપત્ય સંબંધોમાં સુમેળ રહેશે.
કન્યા રાશિફળ (Virgo):
આજે કાર્ય ક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં બેદરકારી રાખવાથી આવું થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીની તરફથી મોરલ સપોર્ટ મળશે. તમારા પરાક્રમમાં વધારો થશે અને દુશ્મનોનું મનોબળ તૂટશે. આજનો દિવસ મહેનત કરીને પરિણામ મેળવવા માટેનો દિવસ છે. આજે પરિવારના લોકો તમારી મદદ કરશે અને તમારૂ નસીબ તમને સાથ આપશે.
તુલા રાશિફળ (Libra):
પરિવારમાં કોઈ માંગલિક કાર્યોથી ખુશીઓ આવશે. આજે કોઈ પ્રકારના રચનાત્મક કાર્યોમાં મન લાગેલું રહેશે. અનેકવાર વધારે ચર્ચા-વિચારણાં કરવાના કારણે કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે. પોતાના અહંકાર ઉપર નિયંત્રણ રાખો, તેના કારણે તમારા માન-સન્માનમાં ધબ્બો લાગી શકે છે. આજે ઓફિસમાં અધિકારીઓ પણ તમારા કામના વખાણ કરવામાં પાછી પાની નહી કરે. જો તમે વેપાર કરો છો તો આજે ગ્રાહકોની ભારે ભીડથી તમારી દુકાન ભરેલી રહેશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
વાહન, જમીન ખરીદી, સ્થળ પરિવર્તનનો સુખદ સંયોગ પણ બની શકે છે. આજનો દિવસે કોઈ વાતને લીધે તણાવ રહેશે. બીજાની વાતોથી એટલા પ્રભાવિત ન થશો કે તમારા નિર્ણયો ખોટા લાગે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. તણાવ માટે કોઈ એક્સપર્ટ કે કાઉન્સેલરને જરૂર મળો. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હંસમુખ મિજાજથી બધી પરેશાનીઓ ઝડપથી હલ થઈ જશે. માંગવાથી આસાનીથી મદદ મળી જશે.
ધન રાશિફળ (Sagittarius):
કોઈ પણ વિરોધીની નિંદા તરફ ધ્યાન ન આપીને તમારૂ કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. તમે તમારા સામાજિક ક્ષેત્રે તાલ મેલ વધારવામાં સફળ રહેશો. અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. સમય સાથે કરેલાં કાર્યોના પરિણામ પણ યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. એટલે પોતાની છાપને સમજો અને યોગ્ય દિશામાં લગાવો
મકર રાશિફળ (Capricorn):
આજે તમને મિત્રોનો સાથ મળશે અને એનાથી મનનો ભાર હળવો થશે. સાથે જ દાંપત્ય જીવનમાં પણ સુધારો આવશે. આજે તમને અનેક મામલે ભાગ્યનો સાથ મળી શકે છે. થોડાં લોકો તમને તમારી સફળતાનો શ્રેય પણ આપશે અને તમારી કાર્યશૈલીને પસંદ પણ કરશે. કોઇ ઈનામ પણમળી શકે છે. આજે તમે અન્ય લોકોને તેમના કરિયરમાં મદદ પણ કરી શકો છો.
કુંભ રાશિફળ (Aquarius):
નજીકના મિત્રો કે સંબંધીઓ સાથે કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થઈ શકે છે એટલે સંબંધોને ખરાબ થવા દેશો નહીં. બાળકોની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. આજનો દિવસ દોડધામમાં પસાર થશે. ક્યારેક સંતાનો સાથે સંકળાયેલી સમસ્યાઓના સમાધાન માટે મહેનત કરશો તો ક્યારેક મિત્રોના કોઈ કામથી જવાનું થઈ શકે છે. આજનો દિવસ સંતાન સાથે સંકળાયેલી સમસ્યાઓના નિરાકરણમાં પસાર થશે.
મીન રાશિફળ (Pisces):
પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થા અને અનુશાસનહીનતાને દૂર કરવા માટે તમે મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને તેમાં સફળતા પણ મળી શકે છે. ઘરના કોઈ વ્યક્તિના લગ્નને લઈને માંગલિક કાર્યને લગતી યોજના બનશે. સાથે જ તમારે મોટા અધિકારીના ગુસ્સાનો ભોગ પણ બનવું પડી શકે છે. આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ તમારું પૂર્ણ યોગદાન રહેશે.