મેષ રાશિફળ (Aries):
આજનો દિવસ ઉત્તમ થવા જઈ રહ્યો છે. આજે તમને ક્યાંક અટવાયેલા રૂપિયા મળવાની આશા દેખાઈ રહી છે. જેનાથી તમારો વિશ્વાસ ધર્મ અને આધ્યાત્મિકતામાં વધશે. રોજિંદા કામકાજમાં બેદરકારી ના રાખશો, નહીં તો લેવાના દેવા પડી શકે છે. આજના દિવસે તમારે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. જો તમે વેપારી છો તો આજે તમારે બિનજરૂરી વધારે પડતો શ્રમ કરવો પડી શકે છે.
વૃષભ રાશિફળ (Taurus):
આજે તમારો દિવસ મિશ્રિત રહેશે અને કોઈ મામલે લાભ તો કોઈ મામલે નુકસાન થઈ શકે છે. આજે ઓફિસમાં તમારા પદ અને અધિકારોમાં વધારો થઈ શકે છે. તો ઘર અને પરિવારમાં આજે કેટલીક એવી મુશ્કેલીઓ આવી શકે છે કે જેનાથી તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે. કોઈપણ અજાણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો, તમને કોઈપણ પ્રકારનો દગો મળી શકે છે.
મિથુન રાશિફળ (Gemini):
આજનો દિવસ તમારા માટે ખાસ છે. આજે કોઈ પણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાની જરૂર છે. પરિવારના લોકો તમારો સાથ આપશે અને નસીબના કારણે આજે તમને કરિયરમાં પણ શુભ તક મળી શકે છે. બિનજરૂરી ચિંતાઓથી મન અશાંત રહી શકે છે. તમારા વિચારોને યોગ્ય દિશા પ્રાપ્ત થવાના કારણે તેને પ્રકટ કરવી શક્ય રહેશે. તમારા દ્વારા રાખવામાં આવેલ પ્રપોઝલને સામે રહેલ વ્યક્તિ સ્વીકાર કરશે.
કર્ક રાશિફળ (Cancer):
આજે કોઈ કારણોસર તમે માનસિક રીતે વ્યસ્ત રહેશો. આજનો દિવસ કોઈ પણ પ્રકારની અશાંતિમાં પસાર થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો સંબંધ બંધાશે. આજે કોઈ પણ પ્રકારના નિરાશાજન વિચારોથી બચીને રહેજો. સાંજના સમયે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આજનો દિવસ તમારા માટે મોજ મસ્તીવાળો રહેશે અને આજે તમે તમારા પરિવારમાં જ મસ્ત રહેશો. કોઈ પણ વિરોધીની નિંદા તરફ ધ્યાન ન આપીને તમારૂ કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે.
સિંહ રાશિફળ (Leo):
તમે તમારા સામાજિક ક્ષેત્રે તાલ મેલ વધારવામાં સફળ રહેશો. સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓમાં સમય પસાર કરવો તથા યોગ્ય યોગદાન આપવાથી તમને સુખ અને નવી ઊર્જા અનુભવ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પણ મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. થોડો સમય મનોરંજનમાં પણ પસાર થશે. આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક છે. મોટા અધિકારી સાથે વિવાદ થઈ શકે છે અને તમને નુકસાન થઈ શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
આજે કાર્ય ક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કામમાં બેદરકારી રાખવાથી આવું થઈ શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીની તરફથી મોરલ સપોર્ટ મળશે. તમારા પરાક્રમમાં વધારો થશે અને દુશ્મનોનું મનોબળ તૂટશે. આજનો દિવસ મહેનત કરીને પરિણામ મેળવવા માટેનો દિવસ છે. આજે પરિવારના લોકો તમારી મદદ કરશે અને તમારૂ નસીબ તમને સાથ આપશે.
તુલા રાશિફળ (Libra):
પરિવારમાં કોઈ માંગલિક કાર્યોથી ખુશીઓ આવશે. આજે કોઈ પ્રકારના રચનાત્મક કાર્યોમાં મન લાગેલું રહેશે. કોઈપણ નિર્ણય લેતી સમયે તેનું પરિણામ તમારા જીવન ઉપર શું થઈ શકે છે તેનો વિચાર કરીને જ આગળ વધવું. દરેક નિર્ણયને દૂર દૃષ્ટિ રાખીને અમલમાં લાવવાની કોશિશ કરો. વિદેશમાં કામ કરવાની ઇચ્છા રાખનાર વ્યક્તિઓએ વેપારમાં નવો કરાર મળી શકે છે. આજે ઓફિસમાં અધિકારીઓ પણ તમારા કામના વખાણ કરવામાં પાછી પાની નહી કરે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
જો તમે વેપાર કરો છો તો આજે ગ્રાહકોની ભારે ભીડથી તમારી દુકાન ભરેલી રહેશે. વાહન, જમીન ખરીદી, સ્થળ પરિવર્તનનો સુખદ સંયોગ પણ બની શકે છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ઘરેલૂ પરેશાનીઓનું આજે કોઈ સમાધાન મળી શકે છે. તમારા સૌમ્ય અને સંતુલિત વિચારોના કારણે ઘર-પરિવારમાં પણ યોગ્ય વાતાવરણ જળવાયેલું રહેશે.
ધન રાશિફળ (Sagittarius):
નવા સંબંધો બનવાથી તમારૂ નસીબ ચમકી શકે છે અને સમાજમાં સન્માન મળશે. મિત્રો સાથે લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. દાંપત્ય સંબંધોમાં સુમેળ રહેશે. જો કોઈ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં અલગ થવાની સ્થિતિ બની રહી છે, તો તેના કારણે પરિવારમાં થોડો તણાવ રહી શકે છે. પરંતુ આ સમયે ધૈર્ય અને સંયમ સાથે કામ કરો. તમારી સલાહ અને સહયોગ સ્થિતિને ખૂબ જ સંભાળી શકે છે.
મકર રાશિફળ (Capricorn):
પરિવારના લોકો સાથે થોડું અંતર અનુભવ થશે. આજનો દિવસ સુખદ જણાઈ રહ્યો છે. નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન થશે અને તમે પ્રગતિ કરી શકશો. આજે તમને મિત્રોનો સાથ મળશે અને એનાથી મનનો ભાર હળવો થશે. સાથે જ દાંપત્ય જીવનમાં પણ સુધારો આવશે. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિના કારણે તમને તણાવ અને ગુસ્સો રહી શકે છે. પરંતુ તેમની ભૂલોને શાંતિથી સુધારવાની કોશિશ કરો. તેનાથી સ્થિતિઓમાં જલ્દી જ સુધાર આવી શકે છે. આજે કોશિશ કરો કે ઘરથી બહાર ઓછું જવું પડે.
કુંભ રાશિફળ (Aquarius):
આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં, કેમ કે આ સમય ખૂબ જ વધારે મહેનત કરવાનો છે. આજનો દિવસ દોડધામમાં પસાર થશે. ક્યારેક સંતાનો સાથે સંકળાયેલી સમસ્યાઓના સમાધાન માટે મહેનત કરશો તો ક્યારેક મિત્રોના કોઈ કામથી જવાનું થઈ શકે છે. આજનો દિવસ સંતાન સાથે સંકળાયેલી સમસ્યાઓના નિરાકરણમાં પસાર થશે.
મીન રાશિફળ (Pisces):
જો તમે સરકારી નોકરી કરો છો તો કામ વધારે કરવું પડી શકે છે. સાથે જ તમારે મોટા અધિકારીના ગુસ્સાનો ભોગ પણ બનવું પડી શકે છે. આજે પારિવારિક તથા સામાજિક બધાં કાર્યો યોજનાબદ્ધ રીતે યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે. લોકો સાથે ઓળખાણ પણ વધશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઈ ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે. નવી ઊર્જા સાથે કામની શરૂઆત કરવાની તમારી કોશિશ સફળ રહેશે. તમારા વિચારોમાં અચાનક જ પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે. જે વાત અત્યાર સુધી તમે અમલમાં લાવી શક્યા નથી તેને આગળ વધારવા માટે જે દિશા પ્રાપ્ત થઈ છે તેનવા ઉપર કાયમ રહેવાની કોશિશ કરો.