મેષ રાશિફળ (Aries): આજે તમારું ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમે પ્રગતિની દિશા પર આગળ વધશો. તમારા કામને લઇને મહત્વના નિર્ણયો અને પેમેન્ટ મળ્યા પછી વ્યવસાયમાં આગળ વધશો. ભૂતકાળમાં જેને શોધી રહ્યા હતા તે યોગ્ય વ્યક્તિ અને ઉજ્જવળ તક આજે તમને મળી શકે છે. આજે તમે મહત્વની કોઇ યોજના શરુ કરશો. યોજના સફળતાથી પૂર્ણ થતાં એકાદ વર્ષનો લાંબો સમય લાગી શકે છે.

વૃષભ રાશિફળ (Taurus): આજે શારીરિક કે માનસિક રીતે હેરાન હોવા છતાંય તમે જે કામ સાહસ સાથે કરશો એમાં સફળતા મેળવશો. ઓફિસ અને ઘરે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ સુધરતી જોવા મળશે. કોઇ નવા વ્યક્તિને ધંધામાં સામેલ કરતાં પહેલાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી. આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે.

મિથુન રાશિફળ (Gemini):  જીવનના ખરાબ અનુભવોથી શીખ લેજો. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આગળ વધજો. આજે કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. જે તમારા માટે શુભ સાબિત થઇ શક છે. પરિવારમાંથી સુખદ સમાચાર મળી શકે છે. આજે તમે પ્રસન્ન રહેશો. ઘર હોય કે ઓફિસ આજે દરેક સ્થળે તમે આરામદાયક અને વૈભવી વાતાવરણનો લાભ ઉઠાવશો. ધનપ્રાપ્તિથી આજે સંતોષ અનુભવશો.

કર્ક રાશિફળ (Cancer): સહકર્મચારીઓના સહયોગથી આજે તમે કોઇ મોટુ કામ સફળતાથી પાર પાડી શકશો. આ સિવાય આજે કોઇ વરિષ્ઠ વ્યક્તિના સામેલ થવાથી લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદનો અંત આવી શકે છે. તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો થશે. પારિવારિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.

સિંહ રાશિફળ (Leo): આજે ત્રિકોણીય વ્યાપારી ભાગીદારી કે સંબંધોથી લાભ મળી શકે છે, પરંતુ અંગત સંબંધોમાં ત્રિકોણીય સંબંધો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. તમારા માટે સારું એ જ રહેશે કે તમામ ભૂમિકાને અલગ-અલગ રાખો. નહીં તો પડકારો આવી શકે છે. આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખજો અને અનિયમિત ભોજન પર અંકુશ રાખજો.

કન્યા રાશિફળ (Virgo): આજે આશાઓ પૂરી ના થતાં બેચેની રહી શકે છે. અંગત સંબંધોમાં પણ વિખવાદ ઉભો થઇ શકે છે. આજે એક વાતની સ્વીકારી લેજો કે જીવનમાં જ્યારે પણ તમને જરુર પડશે ત્યારે પારિવારિક સંબંધો મો ફેરવી લેશે. આનાથી નાસીપાસ ના થતા અને ધીરજ રાખજો. આજે અંગત સંબંધ પ્રેમભર્યો અને સહયોગવાળો રહેશે. આરોગ્ય સારું રહેવાથી અલગ-અલગ કાર્યોમાં સક્રિયતાથી ભાગ લઇ શકશો. પાર્ટનર સાથે મળીને તમે સંસાધનો ભેગા કરવામાં સફળ રહેશો.

તુલા રાશિફળ (Libra): તમને એ પણ અહેસાસ થશે કે દરેક બાબત માટે અન્ય લોકોને દોષી ઠેરવવાને કારણે તમે તમારી જવાબદારીઓથી બચી રહ્યા છો. અંગત જીવનની સાથે પૈસા સંબંધિત જવાબદારીઓ પણ વધતી જોવા મળશે. સંધ્યાકાળનો સમય કોઇ ધાર્મિક કાર્યના આયોજનમાં પસાર થઇ શકે છે. તમે હજુ સુધી કોઈને સ્પષ્ટપણે કહી શક્યા નથી તેવી બાબતો જાહેર કરવાનું શક્ય બની શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio): ધ્યાનમાં રાખજો કે કોઇપણ વસ્તુની અતિશિયોક્તિ નુકસાન કરી શકે છે. આજે સંધ્યાકાળથી રાત સુધી કોઇ સામાજિક કાર્યમાં સામેલ થવું પડે. પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ મળશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે વધારે મેલજોલ ન રાખો. કેમ કે તેની અસર તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડી શકે છે. કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ આવે ત્યારે ખાસ મિત્રની સલાહ લો.

ધન રાશિફળ (Sagittarius): આજે સ્વાસ્થ અને નાણાંકીય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરુર છે. બીજા લોકોના કામ માટે વધારે પડતી શક્તિ કે ઉર્જાનો વ્યય ના કરશો, કારણ કે આવા લોકો એક પછી એક મદદ માંગતા જ રહેશે. કોઇ જૂના મિત્ર સાથે થયેલી વાત તમને પ્રસન્ન રાખશે. તમારા રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરો, તેનાથી તમને તમારી પ્રતિભા નિખારવાની તક મળશે અને આત્મિક સુખ પણ મળી શકે છે.

મકર રાશિફળ (Capricorn): સંધ્યાકાળે પરિવાર અને મિત્રો માટે ઉદાર વર્તન રાખશો. હાલમાં જમીન અને સંપત્તિ માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે. તમે પ્રકૃતિની વસ્તુઓને દૂર કરવાના પ્રયત્નો વધારશો, જેના કારણે તમને પ્રગતિમાં અવરોધો દેખાઈ રહ્યા હતા. આ ફેરફાર કરતી વખતે તમારે અનેક પ્રકારની માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમે હિંમત જાળવીને સંપૂર્ણ શિસ્ત સાથે તમારી જાતને શ્રેષ્ઠ બનાવી શકશો.

કુંભ રાશિફળ (Aquarius): કોઇપણ જગ્યાએ સમજ્યા વિના તરત પ્રતિક્રિયા ન આપો. બની શકે છે કે એના લીધે જીવનમાં કપરો સમય આવે, પરંતુ યાદ રાખજો દરેક રાતનો દિવસ ઉગે છે. આથી ધીરજ રાખજો અને સહજતાથી આગળ વધજો. આ સમય પણ વીતિ જશે.  ધ્યાન રાખો કે અન્ય લોકોની વાતોમાં આવીને તમે કોઇ ખોટો નિર્ણય પણ લઇ શકો છો. જેની અસર તમારા પરિવારની વ્યવસ્થા ઉપર પડી શકે છે.

મીન રાશિફળ (Pisces): આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત પણ શક્ય છે. આ સમય દરમિયાન તણાવથી દૂર રહીને કામ પર ધ્યાન આપજો. આજે ધનલાભના યોગ છે, પરંતુ આરોગ્ય અને રોકાણ સંબંધી મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખજો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.