તા. ૧૯.૪.૨૦૨૩ બુધવાર,
સંવંત ૨૦૭૯ ચૈત્ર વદ ચતુર્દશી
નક્ષત્ર: રેવતી
યોગ: વૈદ્યુતિ
કરણ: ચતુષ્પાદ
આજે રાત્રે ૧૧.૫૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ): અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .
વૃષભ (બ,વ,ઉ): તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ): કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ): નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ): તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ): અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત): દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.
વૃશ્ચિક (ન,ય): કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨