મેષ (Aries):
આર્થિક મામલે વધારે સમજણ અને ચર્ચા-વિચારણાં કરીને નિર્ણય લો. કાર્યક્ષેત્રમાં તમને તમારી આવડત દર્શાવવાની તક મળશે. શરીરમાં દુખાવાની સ્થિતિ બની શકે છે. આજે ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો સારો સમય પસાર થશે. લગ્નજીવન સુખદ રહેશે. ઘરનો કોઇ વિવાદિત મામલો પણ ઉકેલાઇ શકે છે. ખરાબ સંગત અને આદતથી દૂર રહો.
વૃષભ (Taurus) :
લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. પારિવારિક મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં. કાર્યક્ષેત્રમાં તમારા પેપર તથા ફાઇલ પહેલાંથી જ તૈયાર રાખો. કોઇ સંબંધીને લગતી શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમ પ્રસંગ વધારે ગાઢ વધશે. વિચારોની દુનિયાથી બહાર આવીને હકીકતનો સામનો કરો.
મિથુન (Gemini):
મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ સામે આવી શકે છે. આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. વધારે મહેનત અને પરિશ્રમના કારણે થાકનો અનુભવ થશે. પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પહેલી પ્રાથમિકતા રહેશે. મકાન, ગાડી વગેરેને લગતી કાગળિયા સંભાળીને રાખો. આજે વેપારમાં થોડા નવા કરાર પ્રાપ્ત થઇ શકે છે.
કર્ક (Cancer):
ભાવુકતાના કારણે તમે તમારું નુકસાન કરી શકો છો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. કાર્યક્ષેત્રમાં થોડા વિઘ્નો આવી શકે છે, પરંતુ આ સમયે ધૈર્ય અને સંયમ જાળવી રાખવો યોગ્ય છે. કોઇ અટવાયેલું કામ પણ આજે સંપન્ન થઇ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ રહેશે નહીં. લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનત સફળ રહેશે. વેપાર અને કામકાજમાં થોડા મહત્ત્વૂપર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.
સિંહ (Leo) :
તમને તમારી આવડત પ્રદર્શિત કરવાની તક મળશે. વેપારમાં દરકે નાની-નાની વાતને ગંભીરતા પૂર્વક લો. વાતચીતમાં સાવધાની જાળવો. પતિ-પત્નીમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે. એલર્જીના કારણે ઉધરસ, તાવ કે ચામડીની પરેશાની થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક રૂપથી આજનો દિવસ વધારે અનુકૂળ નથી. પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલમાં ઘટાડો આવી શકે છે.
કન્યા (Virgo) :
આજે આ રાશિના જાતકો માટે સમય ઉત્તમ છે. જો કોઇ કાર્ય ઘણાં સમયથી અટવાયેલું છે, તો તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તમારે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આર્થિક મામલાઓને લઇને કોઈ નજીકના વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે ડિસિપ્લિન રાખવું પણ જરૂરી છે. સંબંધીઓ સાથે સંબંધોમાં અંતર વધે નહીં તેનું ધ્યાન રાખો. વેપાર વધારવા માટે નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત છે. પરિવારમાં એકબીજા સાથે તાલમેલ ઉત્તમ જળવાયેલું રહેશે. ઉધાર આપેલા રૂપિયા પ્રાપ્ત કરવાનો આજે અનુકૂળ સમય છે.
તુલા (Libra):
આ સમયે આર્થિક સ્થિતિને વધારે મજબૂત જાળવી રાખવા માટે અતિ ઉત્તમ છે. તમારું સ્વાભિમાન અને આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. તેમનો મોટાભાગનો સમય કોઈ ખાસ વ્યક્તિની મદદ અને ધાર્મિક ગતિવિધિઓમાં પસાર થશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પોતાના અભ્યાસ કે કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અનુભવ કરશે. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી.
વૃશ્ચિક (Scorpio):
વાતાવરણમાં ફેરફારની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. પરિસ્થિતિમાં અચાનક આવેલા બદલાવને કારણે તમારી અંદરની સકારાત્મકતા વધવા લાગશે. માનસિક સુધાર અને આધ્યાત્મિક બાબતો પર વધુ ધ્યાન આપવાથી પરિસ્થિતિ સંબંધિત સંઘર્ષને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. વિદેશ સંબંધિત કામ કરવા માટે હવે સમય તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારમાં કોઈને અચાનક તમારી મદદની જરૂર પડી શકે છે. તેમને લક્ષ્ય ન બનાવો.
ધન (Sagittarius):
બિનજરૂરી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. અચાનક જ કોઇ અશક્ય કાર્ય શક્ય થઇ શકે છે. પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે સ્નેહ અને મધુરતા રહેશે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે. તમે તેમાં સફળ પણ થશો. અચાનક કોઈ ખાસ વ્યક્તિના મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. કોઈ ખાસ મુદ્દા ઉપર વિચાર થવાથી પોઝિટિવ પરિણામ પણ મળી શકે છે.
મકર (Capricorn):
થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. પરિવારના સદસ્યો અને ભાઈ-બહેનો સાથે થયેલો અણબનાવ દૂર થવા લાગશે. હજુ પણ એકબીજા સાથે વાતચીત કરવા માટે સમય અને પ્રયત્નની જરૂર પડશે. પરંતુ પહેલા જેવી સ્થિતિ ન રહેવાને કારણે તમારી અંદરની નકારાત્મકતા ઓછી થવા લાગશે. તમારા સપના સાકાર કરવા માટે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે.
કુંભ (Aquarius):
કાર્યક્ષેત્રમાં કામ પ્રત્યે તમારો જોશ અને ઉત્સાહ જળવાયેલો રહેશે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. તમે તમારી સમજણ અને બુદ્ધિમત્તાથી દરેક સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. એકાગ્રતામાં ઘટાડો આવવાના કારણે તમે તમારા કાર્યોને યોગ્ય સ્વરૂપ આપવામાં મુશ્કેલી અનુભવ કરશો. થોડો સમય આત્મચિંતનમાં પણ પસાર કરો. તમારા અહંકાર અને અતિ આત્મવિશ્વાસ જેવી આદતો ઉપર કાબૂ રાખો.
મીન ( Pisces):
વેપારમાં વિસ્તાર માટે કોઇ નવી યોજનાઓ ઉપર વિચાર કરો. તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખો. દિવસ હાસ્ય-પરિહાસ અને મનોરંજનને લગતા કાર્યોમાં પસાર થવાથી પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ભવિષ્યને લગતી યોજનાઓ બનાવવામાં કોઈ વડીલ વ્યક્તિ દ્વારા યોગ્ય સલાહ મળશે. જે તમારા માટે ઉપયોગી સાબિત થશે.