તા. ૧૦.૧.૨૦૨૩ મંગળવાર

સંવંત ૨૦૭૯ પોષ વદ ત્રીજ

આશ્લેષા નક્ષત્ર

પ્રીતિ યોગ, બવ કરણ

આજે સવારે ૯.૦૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ)

મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન

વૃષભ (બ,વ,ઉ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે

મિથુન (ક,છ,ઘ) :  તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય

કર્ક (ડ,હ)  : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો

સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા થાય

કન્યા (પ ,ઠ ,ણ) : લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

તુલા (ર,ત) : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

વૃશ્ચિક (ન ,ય) :  વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .

મકર (ખ,જ) :  કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે  .

કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

પૃથ્વી માટે આ દોડ જોખમી સાબિત થઇ રહી છે.

મકરસંક્રાંતિનું પર્વ નજીક આવી રહ્યું છે,૧૪  જાન્યુઆરી શનિવારે રાત્રે ૮.૪૬ કલાકે સૂર્ય મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે જેથી રાત્રે સ્નાન અને દાન નથી કરવામાં આવતુ. આ માટે ઉદયતિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ સ્નાન અને દાન કરવામાં આવશે. માટે મકરસંક્રાંતિ નો પુણ્યકાળ બીજે દિવસે એટલેક રવિવારે સવારે સૂર્યોદયથી લઈને સાંજે ૫.૨૫ સુધી છે આ પણ સંયોગ છે કે મકરસંક્રાંતિ પુણ્યકાળ રવિવારે જ આવી રહ્યો છે જે મકરસંક્રાંતિ ની અસરને વધુ મજબૂત બનાવે છે. ખપ્પરયોગ વચ્ચે થઇ રહેલું સૂર્ય અને શનિનું પરિવર્તન સૂચક છે ૧૪ જાન્યુઆરીના સૂર્ય મહારાજ અને ત્યારબાદ ૧૭ જાન્યુઆરીના કર્મના ગ્રહ ખુબ ધીમી ચાલે ચાલતા ગ્રહ શનિ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ બે દિગ્ગજ ગ્રહોનું ટૂંકા ગાળામાં થતું રાશિ પરિવર્તન ઘણા સંકેતો આપી રહ્યું છે અને તેની અસર નીચે વિશ્વના ઘણા દેશોમાં પ્રજા અને સરકાર વચ્ચે ઘર્ષણ વધતું જોવા મળશે વળી ઘરઆંગણે જોઈએ તો આ ગ્રહો અને ખપ્પર યોગની અસર નીચે જોષીમઠમાં જમીનમા તિરાડો પડવાના કિસ્સા વધી રહ્યા છે જે વિષે અગાઉ લખી ચુક્યો છું અને ધીમે ધીમે વિશ્વ સમુદાય એક વાત સુપેરે સમજતો જાય છે કે આપણે  જે ગતિએ પ્રદુષણ અને ચણતર કરી રહ્યા છીએ તે કદાચ આપણને વધુ આધુનિક બનાવે છે પણ આપણા રહેવા માટેના ગ્રહ પૃથ્વી માટે આ દોડ જોખમી સાબિત થઇ રહી છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.