તા. ૨૫.૧.૨૦૨૩ બુધવાર,
સંવંત ૨૦૭૯ મહા સુદ ચોથ,
નક્ષત્ર: પૂર્વાભાદ્રપદા
યોગ: પરિઘ
કરણ: બવ
આજે બપોરે ૨.૩૦ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ): આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે મધ્યમ. મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે.
વૃષભ (બ,વ,ઉ): આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે સારો પરંતુ ઉતાવળે કાર્ય કરશો નહિ. ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ): આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે પ્રગતિકારક. સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ.
કર્ક (ડ,હ): આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ. તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ): અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ): લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત): આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ. સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય): ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.
મકર (ખ,જ): વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
કુંભ (ગ,સ,શ ): તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
–જ્યોતિષાચાર્યરોહિતજીવાણી
૨૦૨૩માં અનેક હેરતઅંગેઝ અને રહસ્યભરપૂર બનાવોની હારમાળા
ઇન્ડોનેશિયાથી લઈને દિલ્હી સુધી અનેક જગ્યાએ ભૂકંપના ઝટકા મહેસુસ થયા છે તો બીજી તરફ શનિ મહારાજના અસ્ત થવા પહેલા ઘણી કંપનીઓ વધુ માત્રામાં કર્મચારીઓને છુટ્ટા કરી રહી છે શનિ કર્મના ગ્રહ છે તેના અસ્ત થવાથી કર્મ બાબતે આ પ્રકારના સમાચાર સાંપડી રહ્યા છે.
બીજી તરફ રાહુ મહારાજ ૬ ફેબ્રુઆરીથી ભરણી નક્ષત્રમાં થી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશી રહ્યા છે જેને લીધે હાલ રશિયા જે સ્થિતિમાં થી પસાર થઇ રહ્યું છે તેવી સ્થિતિ ચાઈનામાં બનવાની છે અને ચીન કોઈને કોઈ રીતે યુદ્ધખોર વૃત્તિમાં આગળ વધતું જોવા મળશે અને આ સમયમાં અવકાશમાં તીવ્ર ગતિએ ઉપગ્રહ છોડી શકાય તે પરત્વેના સીમાચિહન રૂપ સંશોધનો અને લોન્ચિંગ પણ જોવા મળશે.
ચીન માટે ૨૦૨૩નું વર્ષ પાકિસ્તાનની જેમ જ નબળું રહેવાનું છે અને અનેક સંઘર્ષમાં થી તેણે પસાર થવાનું આવશે તો અગાઉ લખ્યા મુજબ અને સારા વ્યક્તિઓના આત્મઘાતના સમાચાર આવી રહ્યા છે તો બીજી તરફ શનિ અને શુક્રની યુતિ જાહેરજીવન રાજનીતિ સાથે સીને જગતના અને ખાસ કરીને તારિકાઓ સાથેના ગુમનામ સંબંધોની પોલ ખોલી રહ્યા છે અને રહસ્યમય કેતુ ગ્રહની સાલ ૨૦૨૩ અનેક હેરતઅંગેઝ અને રહસ્ય ભરપૂર બનાવોની હારમાળા આપી રહ્યા છે કેતુ નો અમલ પહાડી વિસ્તારો પર પણ છે માટે પહાડી વિસ્તારોમાં કુદરતી આપદાઓ થી બચવું જરૂરી બને છે.!
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
–જ્યોતિષાચાર્યરોહિતજીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨