તા. ૨૩.૧.૨૦૨૩ સોમવાર
સંવંત ૨૦૭૯ મહા સુદ બીજ
નક્ષત્ર ધનિષ્ઠા
યોગ વ્યતિપાત
કરણ બાલવ
આજે બપોરે ૧.૫૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ,સ,શ) રહેશે
મેષ (અ,લ,ઈ): આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
વૃષભ (બ,વ,ઉ): સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ): ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ): થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ): જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.
કન્યા (પ,ઠ,ણ ): આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત): પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .
વૃશ્ચિક (ન,ય): નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓથી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ,જ): વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસમાં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.
કુંભ (ગ,સ,શ ): આજના દિવસે તમારા રસના વિષયોમાં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદમાં પસાર થાય.
મીન (દ,ચ,ઝ,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨