તા. ૪.૧.૨૦૨૩ બુધવાર
સંવંત ૨૦૭૯ પોષ સુદ તેરસ
રોહિણી નક્ષત્ર, શુક્લ યોગ
કૌલવ કરણ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે
મેષ રાશિફળ (Aries):
આજે આ રાશિના જાતકોનો દિવસ આર્થિક બાબતોમાં સારો રહેશે,બેન્ક બેલેન્સ વધારી શકશો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
વૃષભ રાશિફળ (Taurus):
આજે આ રાશિના જાતકોને સવારથી મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન રાશિફળ (Gemini):
આજે આ રાશિના જાતકોને ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક રાશિફળ (Cancer):
આ રાશિના જાતકો થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ રાશિફળ (Leo):
આ રાશિના જાતકોને જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.
કન્યા રાશિફળ (Virgo):
આ રાશિના જાતકોએ આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા રાશિફળ (Libra):
આજે પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
આજે આ રાશિના જાતકોનો દિવસ નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારો રહેશે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન રાશિફળ (Sagittarius):
આજે આ રાશિના જાતકોને કોઈ અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર રાશિફળ (Capricorn):
આજનો દિવસ વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસમાં સફળતા અપાવશે. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.
કુંભ રાશિફળ (Aquarius):
આજના દિવસે તમારા રસના વિષયોમાં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન રાશિફળ (Pisces):
આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
નવું વર્ષ ૨૦૨૩ ખપ્પર યોગની છાયામાં શરુ થયું
નવું વર્ષ ૨૦૨૩ ખપ્પર યોગની છાયામાં શરુ થયું છે અને હાલમાં અનેક ક્ષેત્રોમાં આ યોગ પોતાનું જોખમી અને વિકરાળ સ્વરૂપ દેખાડી રહ્યો છે ત્યારે બધાના મનમાં સ્વાભાવિક જ સવાલ થયા છે આગામી વર્ષ કેવું રહેશે.
આ વર્ષના અંકોનો સરવાળો કરીએ તો અંક ૭ આવે છે તેની પર કેતુનું પ્રભુત્વ છે અને કેતુ રહસ્યમય ગ્રહ છે. આ ગ્રહની અસર નીચે આગામી વર્ષમાં અનેક કૌતુકભરી ઘટનાના આપણે સાક્ષી બનીશું. હાલના સમયની વાત કરીએ તો હજુ આગામી ૨૧ માર્ચ સુધીનો સમય થોડો કશ્મકશ વાળો રહેશે અને આ દરમિયાન સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું જરૂરી બનશે તો વૈશ્વિક સ્તરે જોઈએ તો હજુ શાંતિ થતા માર્ચ સુધીનો સમય લાગશે.
એ પહેલા દિગ્ગજ ગણાતા રાષ્ટ્રો પણ ખપ્પર યોગથી પીડાતા જોવા મળશે.
વિશ્વના ઘણા દેશ અશાંતિથી પીડાતા જોવા મળશે કે યુદ્ધની કગાર પર જોવા મળશે. આ સમયમાં પ્લેન દુર્ઘટનાનું વિશેષ ધ્યાન રાખવું પડશે અને એર ટ્રાફિક બાબતે પણ પ્રશ્નો થતા જોવા મળશે અને વિશ્વ સ્તરે એર ટ્રાફિકની નવી ગાઇડલાઇન બનતી પણ જોવા મળશે. રાહુની નવમી દ્રષ્ટિમાં થી પસાર થઇ રહેલા શુક્ર મહારાજ હાલ સૂર્ય બુધ ચંદ્ર સાથે યુતિમાં છે અને સીને જગતને નવા આયામ બતાવી રહી છે ગોચર ગ્રહોની વાત કરીએ તો ચંદ્ર મહારાજ મંગળ સાથે બિરાજમાન છે જે માંગલ્ય યોગનું નિર્માણ કરે છે જયારે સૂર્ય અને બુધ બુધાદિત્ય યોગની રચના કરી રહ્યા છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી