મેષ રાશિફળ (Aries):  રાજકીય ક્ષેત્રે કરવામાં આવેલા પ્રયત્નોથી સફળતા મળશે. સરકાર અને સત્તા વચ્ચેના જોડાણનો લાભ તમને મળી શકે છે. અધિકારી વર્ગથી તમને નોકરીમાં સહયોગ મળશે. નવી ડીલ દ્વારા પ્રતિષ્ઠા વધી શકે છે. આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે.

વૃષભ રાશિફળ (Taurus) : આજે તમને ભાગ્યનો સહયોગ મળશે. રોજગાર-વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં કલ્પનાત્મક સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ સંતોષકારક સુખદ સમાચાર મળશે. બપોરે કોઈપણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. આજનો દિવસ પુત્ર, પુત્રીની ચિંતા અને તેમના કાર્યોમાં વિતાવશો.

મિથુન રાશિફળ (Gemini) : આજની સ્થિતિમાં મન વિચલિત રહી શકે છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે પરંતુ માનસિક મૂંઝવણને કારણે તમે લાભથી વંચિત રહી શકો છો. નમ્રતા- વાણીથી આદર મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે. કેટલાંક લોકો આજે વધુ વ્યસ્ત હોઈ શકે છે. તમારે કડવાશને મીઠાશમાં રૂપાંતરિત કરવાની કળા શીખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે.

કર્ક રાશિફળ (Cancer) : આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે. આજીવિકાના ક્ષેત્રે ચાલી રહેલા નવા પ્રયત્નો ફળદાયી બનશે. કર્મચારીઓનો આદર અને સહયોગ પણ પૂરતો રહેશે. સાંજના સમયે કોઈ ઝઘડામાં ના પડો. રાત્રે પ્રિય મહેમાનોનું સ્વાગત કરવાની સંભાવના રહેશે. આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. શાસક પક્ષ સાથે નિકટતા અને જોડાણનો લાભ પણ તમને મળશે. સાસરિયા તરફથી પૂરતી રકમ મળી શકે છે. સાંજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તકો મળશે.

સિંહ રાશિફળ (Leo) : કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની સંભાવના પણ છે. કોઇપણ પ્રકારના ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો. કોઇ અપમાનજનક સ્થિતિ ઊભી થઇ શકે છે. પરિવારના વડીલ સભ્યોનો અનુભવ અને માર્ગદર્શન તમારા માટે લાભદાયક રહેશે.વ્યવસાયમાં કામ કરવાની રીતમાં ફેરફારને લગતી નીતિઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો. આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે.

કન્યા રાશિફળ (Virgo) : આજે વૃશ્ચિક રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. વાયુ વિકારની ફરિયાદો હોઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓના રોગમાં વધારો થઈ શકે છે. નોકરી-વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે. મોટા નિર્ણયો કાળજીપૂર્વક લો. તમારે જોખમી કાર્ય ટાળવું પડશે. આજે તમારો દિવસ મિશ્રિત રહેશે, પરંતુ સ્વાસ્થ્ય નરમ રહેશે. કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે.

તુલા રાશિફળ (Libra) : તમારી વાતોને લીધે કોઈની સાથે મતભેદો અને વિવાદ થઈ શકે છે. વિરોધીઓ સક્રિય રહેશે તેથી સાવધાન રહો. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને યોગ્ય રીતે સાચવીને રાખો. તેમના ખોવાઇ જવાના કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. અન્ય ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ તમે તમારી યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. આજે કોઈ કિંમતી વસ્તુની ચોરીનો ભય રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) :  બાળકોના શિક્ષણમાં અથવા કોઈપણ સ્પર્ધામાં સફળતાના સમાચારોને લીધે મનમાં આનંદ થશે. કોઈપણ અટકેલા કામ સાંજે પૂર્ણ થશે. રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. તમારું તમારા કામ પ્રત્યે એકાગ્ર રહેવું અને થોડા વિશિષ્ટ લોકોનો સહયોગ તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓ બનાવશે. આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. પરંતુ સમયનો ભરપૂર સદુપયોગ કરવો તમારી કાર્ય ક્ષમતા ઉપર નિર્ભર કરે છે.

ધન રાશિફળ (Sagittarius) : કેટલાક મોટા વ્યવહારોની સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી છે તે ઉકેલાઈ શકે છે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાનો આનંદ મળશે. વિરોધીઓ પરાજિત થશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ રહેશે. તમને માનસિક અને આત્મિક સુખ પણ પ્રાપ્ત થશે. તમારા કાર્યો પ્રત્યે તમારા સમર્પણની ભાવના તમારા માટે થોડા નવા માર્ગ પણ શોધશે.

મકર રાશિફળ (Capricorn) : સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામ સાંજના સમયે થવાની સંભાવના છે. રાત્રિનો સમય પ્રિયજનોને મળવામાં અને આનંદમાં પસાર કરવામાં આવશે. જો સ્થાન પરિવર્તનની કોઇ યોજના બની રહી છે તો તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. કોઇ નજીકના મિત્રની સલાહ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે.

કુંભ રાશિફળ (Aquarius) :  વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આજે સંબંધીઓ સાથએ વ્યવહાર ના કરો, સંબંધો ખરાબ થવાની સંભાવના છે. ધાર્મિક સ્થળોની યાત્રા અને શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે. તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે કેમ કે, હાલ આવકના સ્ત્રોત વધારે મળી શકશે નહીં. ઘરને લગતા કોઇ કામમાં તમારે ખોટો ખર્ચ થઇ શકે છે. આ સમયે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

મીન રાશિફળ (Pisces) :  આજે આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે. રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની જવાબદારી નિભાવી શકાય છે. મુસાફરીની સ્થિતિ સુખદ અને લાભકારી રહેશે. સાંજથી રાત સુધી તમને પ્રિયજનોના દર્શન તેમજ શુભ સમાચાર મળશે. પિતા અને પિતા સમાન લોકોનો સહયોગ અને લાભ મેળવી શકો છો. આજનો દિવસ સંતોષપૂર્ણ અને શાંતિપૂર્ણ બની રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.