તા ૯.૧૨ .૨૦૨૪ , સોમવાર ,સંવંત ૨૦૮૧, માગશર સુદ આઠમ , પૂર્વાભાદ્રપદા નક્ષત્ર , સિદ્ધિ યોગ, બાલવ કરણ , આજે સવારે ૯.૧૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી