તા. ૨૨ .૧૧.૨૦૨૩ બુધવાર ,સંવંત ૨૦૮૦, કારતક સુદ દશમ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર, હર્ષણ યોગ, તૈતિલ કરણ આજે બાપરે ૧૨.૫૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
–કેતુના પ્રભાવને કારણે અનેક રહસ્યમય ઘટનાઓ સામે આવે
અગાઉ અત્રે લખ્યા મુજબ સમુદ્રમાં હલચલ થવા પામી છે અને હુતી બળવાખોરોએ સમુદ્રી જહાજને હાઇજેક કર્યું છે જે હાલની સ્થિતિમાં બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો જળતત્વમાં રાહુ મહારાજ સમુદ્રની બાબતોને વધુને વધુ ગહન બનાવી રહ્યા છે તો બીજી તરફ રહસ્યમય ગ્રહ કેતુ પણ કન્યામાં આવવા સાથે લદ્દાખ વિસ્તારમાં યુએફઓની હાજરીએ ફરી એક વખત વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને અત્રે લખ્યા મુજબ આ વર્ષમાં કેતુનો પ્રભાવ હોવાથી આ પ્રકારની અનેક રહસ્યમય ઘટનાઓ સામે આવી શકે છે! ગુરુવારે પ્રબોધિની એકાદશી આવી રહી છે જેને આપણે દેવઉઠી એકાદશી તરીકે ઓળખીએ છીએ અને દેવ જાગૃત થાય છે જે તુલસી વિવાહનું મુહૂર્ત પણ છે. દેવના જાગૃત થવાની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે અને ઘણા સમીકરણો ખુબ ઝડપથી આગળ વધતા જોવા મળશે. દેવઉઠીની એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ પરમાત્મા અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસથી ચાતુર્માસનું સમાપન થઈ જાય છે અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે જેથી લગ્નની સીઝન શરુ થતી જોવા મળશે અને સર્વત્ર માંગલિક કાર્ય શરુ થશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–૭૯૯૦૫૦૦૨૮૨–