મેષ રાશિફળ (Aries):
આજે ગ્રહ સ્થિતિ ઘણી સંતોષકારી છે. દરેક કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન રહેશે. કેટલાક લોકો જે તમારી વિરુદ્ધ હતા આજે તમારી બેગુનાહી તમારી સામે સાબિત થશે. દેખાડો કરવાના ચક્કરમાં વધારે ખર્ચ કરવાથી અથવા લોન લેવાથી બચવું. સાથે જો કોઈને વચન આપ્યું હોય તો તેને જરૂરથી પૂરું કરો નહીં તો તમારી છાપ ખરાબ થઈ શકે છે.
વૃષભ રાશિફળ (Taurus):
આજે અમુક સમસ્યા હોવા છતાં તમે તમારા સકારાત્મક દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારની સાથે આગળ વધી શકશો તથા તમારા કાર્યોને સમય પર પૂરપા કરી શકશો. કોઈપણ પ્રકારના નવા રોકાણને અત્યારે ટાળી દો. કેમ કે ધન સંબંધિત કેટલીક નુકસાનદાયક સ્થિતિ પ્રતીત થઈ રહી છે.
મિથુન રાશિફળ (Gemini):
આજે તમારી લોકપ્રિયતાની સાથે સાથે જનસંપર્કનો વિસ્તાર પણ વધશે. સાથે રાજકીય લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે કોઈપણ રીતે લોન અથવા ઉધાર લેવાની યોજના ન બનાવો. તેમજ કોઈપણ વ્યક્તિની સાથે લેવડદેવડ ન કરવી, છેતરપિંડીનો શિકાર બની શકો છો.
કર્ક રાશિફળ (Cancer):
ધાર્મક અને આધ્યાત્મિક પ્રવૃતિઓ પ્રત્યે રૂચી રહેશે. તે સાથે ઘરમાં પણ આ પ્રકારના કેટલાક કાર્યક્રમ સંપન્ન થઈ શકે છે. ક્યારેક ક્યારેક જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારું મનોબળ ડગમગાઈ શકે છે. તમારો સ્વભાવ પોઝિટિવ રાખવો તથા વર્તમાન પરિસ્થિતિમાં જ ધ્યાન રાખવું.
સિંહ રાશિફળ (Leo):
તમે તમારી મહેનત અને પરિશ્રમથી એક એક કાર્ય પૂરી કરવાની યોજના બનાવી રહ્યા છો. તેથી સફળતા જરૂરથી મળશે સાથે નજીકના મિત્રનો સહયોગ તમારી હિંમત વધારશે. જો કોઈ રાજકીય અથવા કોર્ટ સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો છે આજે સાવધાન રહેવાની જરૂરી છે. તેનાથી સંબંધિત વાતને લઈને તણાવ ઉત્પન્ન થઈ શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
આજે આર્થિક સમસ્યાનું નિરાકરણ થવાથી શાંતિ મળશે. તેમજ ધાર્મિક સ્થળ પર જવાથી માનસિક શાંતિ મળશે. તમારી ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરો. ક્યારેક ક્યારેક તમારું ધ્યાન ખોટા કાર્યોની તરફ પ્રેરિત થઈ શકે છે જેના કારણે સમાજમાં અપયશ અને માનહાનિની સંભાવના બની રહી છે. કાર્યક્ષેત્રમાં અત્યારે ઉપયુક્ત ફેરફાર થવાની સંભાવના નથી તેથી
તુલા રાશિફળ (Libra):
આજે તમે અંદરથી સકારાત્મક ઉર્જા મહેસૂસ કરશો. કદાચ કોઈ દેવીય શક્તિનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. વધારે લાભની સંભાવના નથી. તેમજ પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવો. કોઈ પણ સમયે સમસ્યા અને અડચણ આવવાથી ઉદાસી મહેસૂસ કરશો. પરંતુ તમે તમારા મનોબળ દ્વારા બધું યોગ્ય કરી શકશો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
પરિવારમાં કોઈ શુભ કાર્ય સંબંધિત યોજના બનશે. જેનાથી સુખમય માહોલ રહેશે. તમારો આત્મવિશ્વાસ તમારા માટે નવી ઉપલબ્ધીઓનું નિર્માણ કરશે – આવકના સાધન વધવાની સાથે ખર્ચાની પણ સ્થિતિ રહેશે જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. ગુસ્સા અને ઈગો પર નિયંત્રણ રાખવું.
ધન રાશિફળ (Sagittarius):
આજે આર્થિક સમસ્યાનું નિરાકરણ થવાથી શાંતિ મળશે. તેમજ ધાર્મિક સ્થળ પર જવાથી માનસિક શાંતિ મળશે. તમારી ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરો. ક્યારેક ક્યારેક તમારું ધ્યાન ખોટા કાર્યોની તરફ પ્રેરિત થઈ શકે છે જેના કારણે સમાજમાં અપયશ અને માનહાનિની સંભાવના બની રહી છે. ઓફિસમાં તમારા સાથીદારો સાથે નિકટતાથી કાર્ય કરવાથી સારા પરિણામ મળશે. વાતચીતથી નવા ફાયદાઓનો વિચાર આવી શકે છે. કોઈ મિત્ર માટે કોઈ ભેટ ખરીદતી વખતે, તમારા ખિસ્સાની સંભાળ રાખો.
મકર રાશિફળ (Capricorn):
આ સમય અગાઉની ભૂલોમાંથી શીખીને આગળ વધવાનો છે. આ પ્રકારના પ્રયાસથી લોકોની સાથે સંબંધોમાં આશ્ચર્યજનક સુધારો આવશે. વ્યર્થની બાહ્ય પ્રવૃતિમાં તમારો સમય ન બગાડો. ઘરના વૃદ્ધોની અવગણના ન કરો. તેમના આશીર્વાદ અને સહયોગથી માર્ગદર્શન પ્રદાન થશે.
કુંભ રાશિફળ (Aquarius):
વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત કોઈપણ અડચણ દૂર થવાથી રાહત મહેસૂસ થશે. અચાનક કોઈ મિત્ર અથવા નજીકના સંબંધીઓનું આગમન થશે. કોઈ પૈતૃક સંબંધિક બાબતને લઈને તણાવ રહેશે. પરંતુ તમારા શંકાસ્પદ સ્વભાવને બદલો તથા શાંતિપૂર્વક રીતે પરિસ્થિતિઓ પર વિચાર વિમર્શ કરવો.
મીન રાશિફળ (Pisces):
આજે ગ્રહ ગોચર તમારા માટે ભાગ્યોદયની સ્થિતિ બનાવશે. અટવાયેલા કાર્યો આગળ વધશે. તેમજ પ્રતિષ્ઠિત લોકોની સાથે મુલાકાતથી લાભ અને માન-સન્માન મળશે. સ્વાર્થી મિત્રોથી દૂર રહેવું. તેમની ખોટી સલાહ તમારું લક્ષ્ય ભટકાવી શકે છે, જેના કારણે તમે ઉદાસ રહેશો.