Abtak Media Google News

તા ૨૦.૬.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ જેઠ સુદ તેરસ, અનુરાધા  નક્ષત્ર ,સાધ્ય  યોગ,  ગર  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય)  રહેશે.


મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.


વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.


મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.


કર્ક (ડ,હ):વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.


સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.


કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.  


તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.


વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.


ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.


મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.


કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.    


મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.
—-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.