તા. ૬.૩.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ મહા વદ અગિયારસ, પૂર્વાષાઢા નક્ષત્ર, વ્યતિપાત યોગ, બવ કરણ આજે સાંજે ૮.૨૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
–મોટી કંપનીઓના સોદાઓમાં કૈક મુશ્કેલીઓ ઉભી થતી જોવા મળે
ગોચર ગ્રહો વિષે વિચાર કરીએ તો ૭ માર્ચના કલા શૃંગાર ભોગ વિલાસના ગ્રહ શુક્ર મહારાજ કુંભમાં અને વેપાર વાણિજ્યના સ્વામી બુધ મહારાજ મીનમાં પ્રવેશ કરી રહ્યા છે જે શેરબજાર પર અને આયાત નિકાસ પર અસર કરતા જોવા મળશે વળી લક્સરીએસ વસ્તુઓ અને કારનું વેચાણ વધતું જોવા મળશે બુધ મહારાજ મીન રાશિમાં નીચસ્થ બને છે જેથી કેટલીક ડીલ ગણતરી બહારની થતી જોવા મળે વળી મોટી કંપનીઓના સોદાઓમાં કૈક મુશ્કેલીઓ ઉભી થતી જોવા મળે દરિયાઈ કામકાજ કરતી કોઈ કંપની મુશ્કેલીમાં આવતી જોવા મળે. રાજા સૂર્ય મહારાજ ૧૪ માર્ચે મીનમાં અને સેનાપતિ મંગળ મહારાજ ૧૫ માર્ચના કુંભ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય મીનમાં ભ્રમણ કરતા સમુદ્ર પર સરકારની નિગરાની વધશે તથા મોટા કન્સાઇન્મેન્ટમાં અને ડ્રગ્સ ની હેરફેર પર કડકાઈ વધશે તો સેનાપતિ મંગળ મહારાજ કુંભ રાશિમાં આવતા વિદેશનીતિમાં ફેરફર જોવા મળશે વળી કેટલાક દેશો સંયુક્ત યુદ્ધ પ્રેક્ટિસ કરતા જોવા મળશે અને યુદ્ધના નવા આયામોની ચર્ચા પણ જોવા મળશે વળી રાજનીતિના ગ્રહ શનિના ઘરમાં મંગળ વાતાવરણને ઓર ગરમાવો આપશે અને નવા નવા સમીકરણ સામે આવતા જોવા મળશે.
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —-૭૯૯૦૫૦૦૨૮૨–