Table of Contents

તા. ૪.૬.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ વૈશાખ વદ તેરસ, ભરણી  નક્ષત્ર , શોભન  યોગ, ગર  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ)  રહેશે.


મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.


વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.


મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.


કર્ક (ડ,હ): નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.


સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .


કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  


તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .


વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .


ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.


મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.


કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .    


મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.