Abtak Media Google News

તા ૧૯.૬.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ જેઠ સુદ બારસ , વિશાખા   નક્ષત્ર ,સિદ્ધ યોગ,  કૌલવ   કરણ આજે સવારે ૧૧.૦૪ સુધી    જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત)   ત્યારબાદ વૃશ્ચિક (ન ,ય)  રહેશે.


મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ  દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.


વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.


મિથુન (ક,છ,ઘ) :  તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .


કર્ક (ડ,હ):પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક  દિવસ .


સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.


કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.  


તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે,  આગળ વધી શકો .


વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.


ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.


મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.


કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.


મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

—-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી  ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.