તા. ૬.૭.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ ત્રીજ,  ધનિષ્ઠા  નક્ષત્ર, પ્રીતિ યોગ, બવ કરણ

આજે  બપોરે ૧.૩૯ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ.

કર્ક (ડ,હ)            : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ  વિચારો આવે, મધ્યમ દિવસ.

સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી,પરેજી પાલવ સલાહ છે .

તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદમાં પસાર થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

મકર (ખ,જ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,વાણી વર્તનમાં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

 

વિદ્યાર્થીવર્ગ  મુશ્કેલ અનુભવી રહ્યો છે

અગાઉ લખ્યા મુજબ મંગળના સિંહમાં આવવા સાથે અને શનિ અને રાહુની દ્રષ્ટિમાં આવવાથી રાજકીય ઘટનાક્રમ થી લઇ વિદેશનીતિ અને સેનાથી લઈને આંતરિક સ્થિતિ સુધી અનેક બાબતો પર અસર જોવા મળી રહી છે વળી અકસ્માતોની માત્ર વધી છે તો વિદ્યાર્થીવર્ગ વધુ મુશ્કેલ અનુભવી રહ્યો છે વળી અત્રે લખ્યા મુજબ આતંકી ગતિવિધિ પણ તેજ થવા પામી છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે રાખ નીચે રહેલ અગ્નિ જેવી હોય છે જેને કદાચ પહેલી નજરે આપણે નજરઅંદાજ કરી દેતા હોઈ છીએ પરંતુ તેની દૂરગામી અસરો વિશેષ હોય છે આ કોલમમાં બે વર્ષ પહેલા લખેલું કે જે આતંકી નેટવર્ક દેશની બહાર પનપી રહ્યા છે તે આવનારા દિવસોમાં વિશ્વ ભારતીય સમાજ માટે ખતરારૂપ સાબિત થશે અને એ મુજબ અમેરિકા અને કેનેડા જેવા શિક્ષિત દેશોમાં પણ ખાલીસ્તાની ચળવળના કારણે હાલ સ્થિતિ વણસી રહી છે અને ભારત વિરોધી વાતાવરણ બની રહ્યું છે. ભારતમાં આકાર લેતી ઘટનાઓને સરકાર દાબી દે છે પરંતુ બહાર જે ઝેર ફેલાઈ રહ્યું છે એના માટે પણ વિશેષ પગલાંની જરૂર રહેશે જે વિષે હું અગાઉ પણ લખી ચુક્યો છું.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
        ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.