તા. ૧.૭.૨૦૨૩ શનિવાર, સંવંત ૨૦૭૯ અષાઢ સુદ તેરસ, અનુરાધા  નક્ષત્ર, શુભ  યોગ, કૌલવ   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ)            :વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

તુલા (ર,ત) :  આર્થિક બાબતોમાં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

શનિ પ્રદોષ વ્રત ખુબ ઝડપથી પરિણામ આપનારું છે

આજરોજ શનિવારને જુલાઈ માસનો પ્રારંભ થઇ રહ્યો છે અને સાથે સાથે ત્રયોદશી પ્રદોષ પણ છે જેથી શનિ પ્રદોષ થાય છે. હાલમાં જયારે શનિ મહારાજ વક્રી ચાલી રહ્યા છે ત્યારે પનોતી માટે, વક્રી શનિ માટે કે કોઈ પણ નબળા ગ્રહ માટે શનિ પ્રદોષનું વ્રત શ્રેષ્ઠ સાબિત થાય છે. પ્રદોષ જે વારે આવતો હોય તે મુજબ તેનું ફળ અને વ્રત હોય છે પરંતુ શનિવારે આવતા પ્રદોષમાં શિવજીની વિશેષ કૃપા રહેલી હોય છે અને શનિ પ્રદોષનું વ્રત કરનારને શનિ થી લઈને તમામ ક્રૂર ગ્રહોની અસરમાં થી મુક્ત કરનાર હોય છે. આ દિવસે શનિદેવ અને ઇષ્ટદેવના સ્મરણ સાથે શિવપૂજા કરવાની હોય છે આ પૂજા લિંગ સ્વરૂપે કરવાની હોય છે. દેવાધિદેવ શિવજી તુર્તજ પ્રસન્ન થનાર દેવ છે કદાચ પૂજાવિધિમાં કોઈ ભૂલ પડે કે દ્રવ્યમાં કોઈ અશુદ્ધિ આવી જાય તો પણ શિવજી કૃપા વરસાવે છે વળી શનિ પ્રદોષનું વ્રત સ્વયં ખુબ ઝડપથી પરિણામ આપનારું છે મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે ક્રૂર ગ્રહોને શાંત કરવા માટે,સંતાન સુખ માટે, સંતાન પ્રાપ્તિ માટે પરિવારના શુભ માટે શનિ પ્રદોષ વ્રત શ્રેષ્ઠ ગણી શકાય.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
        ૭૯૯૦૫૦૦૨૮૨

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.