તા. ૧૭ .૪.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ નોમ, આશ્લેષા   નક્ષત્ર, શૂલ  યોગ, તૈતિલ કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ)   રહેશે.

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .

મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.

કર્ક (ડ,હ)  : સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.

સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .

તુલા (ર,ત) :   તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયકદિવસ .

વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.

મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .

કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.

–ખેલજગત અને સીનેજગતનું કનેકશન ચર્ચા માં રહેશે!

અગાઉ અત્રે લખ્યા મુજબ મંગળ અને શનિ બહુ નજીકથી યુતિ કરી રહ્યા છે જેથી દેશ દુનિયામાં સંઘર્ષ અને ઘર્ષણના વિશેષ સમાચાર આવી રહ્યા છે તો હવે મંગળ મહારાજ ધીમે ધીમે મીન રાશિ તરફ પ્રયાણ કરી રહ્યા છે મંગળ મહારાજ યુદ્ધ, આતંકી ગતિવિધિ,સેના,ખેલ જગત, શરીર, લોહી, ગુસ્સો વિગેરે બાબતોને દર્શાવે છે માટે આગામી ૨૩ એપ્રિલથી  મીનમાં મંગળ આવવા સાથે ખેલ જગતના દિગ્ગજો વિષે વધુ સમાચાર રહેશે તો કેટલાક દિગ્ગજોની ઇંનિંગ પુરી થતી કે ફ્લોપ જતી જોવા મળશે વળી ખેલ જગતની કેટલીક અન્ય બાબતો અને સીને જગત સાથેના સુંવાળા સંબંધો પણ ચર્ચામાં રહેશે. આજે નવમું નોરતું અને રામનવમી છે. નવમા  નોરતે માં સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. માં સિદ્ધીદાત્રીની પૂજા કરવાથી રોગ, ભય અને શોકમાંથી છૂટકારો મળે છે અને આઠ પ્રકારની સિદ્ધીઓ પ્રાપ્ત થાય છે. માં સિદ્ધીદાત્રી કમળ પર બિરાજમાન છે. માંની ચાર ભુજાઓ છે. જેમાં માંએ ગદા, શંખ, ચક્ર અને કમળનુ ફૂલ ધારણ કર્યુ છે. નવમા નોરતા સાથે સાથે આપણે રામનવમી પણ ઉજવીએ છીએ. આ વખતે રામનવમી પર ચંદ્ર મહારાજ કર્ક રાશિમાં જ વિરાજે છે જે રીતે પ્રભુ શ્રી રામના જન્મ પર કર્ક રાશિ હતી વળી સૂર્ય મેષમાં ઉચ્ચના છે જે આ રામનવમીના દિવસને વિશેષ મહિમાપૂર્ણ બનાવે છે કેમ કે સૂર્યવંશી પ્રભુ શ્રી રામની જન્મકુંડળીમાં પણ સૂર્ય મહારાજ ઉચ્ચના છે માટે આ દિવસ પ્રભુ શ્રી રામની આરાધના કરી  શુભ સંકલ્પ લેવા માટે શ્રેષ્ઠ છે વળી આ દિવસે શ્રી રામ રક્ષા સ્તોત્રના પાઠ કરવાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —– ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.