તા. ૨૬ .૪.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ બીજ, અનુરાધા નક્ષત્ર, વરિયાન યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય) રહેશે.
મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) : વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.
–ગુરુનો અસ્ત સાચા માર્ગદર્શન નો અભાવ દર્શાવે છે
અગાઉ અત્રે લખ્યા મુજબ અકસ્માત આગજનીનો સિલસિલો ચાલુ જ છે અને પટના એક હોટેલમાં ભીષણ આગ લાગી છે જેમાં અનેક જાનહાની થઇ છે તો ગોચર ગ્રહોની પ્રવાહી સ્થિતિમાં ઘટનાક્રમ તેજીથી આગળ વધી રહ્યો છે અને અનેક કાવાદાવા અને છળકપટ વિશ્વસ્તરે જોવા મળી રહ્યા છે જે વિષે અત્રે લખી ચુક્યો છું! ૧ મે ના રોજ ગુરુ મહારાજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને ૧૦ મેના બુધ મહારાજ મેષમાં પ્રવેશ કરશે જયારે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૪ મેના રોજ વૃષભમાં પ્રવેશ કરનાર છે.શુક્ર નો અસ્ત ૧-૫-૨૪ થી ૨૮-૬-૨૪ છે જયારે ગુરુનો અસ્ત ૭-૫-૨૪ થી ૨-૬-૨૪ સુધી છે. જીવનરસ ટકાવી રાખતા બે દિગ્ગજ ગ્રહોનો અસ્ત મેની શરૂઆતમાં થવા જઈ રહ્યો છે વળી ચૂંટણી વખતે જ બંને ગ્રહો અસ્તના હશે જે ઘણું સૂચક છે. વ્યક્તિગત રીતે જોવા જઈએ તો આ સમયમાં લોકોને જીવનમાં થી રસ સુકાતો જોવા મળે અને આ સમયમાં આત્મઘાતનું પ્રમાણ વધે. આ સમયમાં શુભ કાર્ય માટે વિચાર કરવો પડે! આત્મઘાત માટે અભ્યાસનું દબાણ અને સંબંધો મહત્વના મુદ્દા બનતા જોવા મળશે. ગુરુનો અસ્ત સાચા માર્ગદર્શન નો અભાવ દર્શાવે છે જયારે શુક્રનો અસ્ત સંબંધોમાં ખટાશ દર્શાવે છે અને બ્રેકઅપ દર્શાવે છે તો અગાઉ લખ્યા મુજબ ઘરેલુ હિંસાના ઘણા કેઈસ સામે આવશે આ ઉપરાંત હત્યા અને મારામારીના કેઈસ પણ વધશે કલા જગત કે સીને જગતમાં થી કોઈ સિતારો અચાનક અસ્ત થતો જોવા મળશે! સૂર્ય જયારે કોઈ ગ્રહ ને અસ્ત કરે ત્યારે તેને વિશેષ કામગીરીમાં મૂકે છે જેથી તે તેની મૂળ કામગીરી કરી શકતા નથી તે અસર જોવા મળશે, એકંદરે ગુરુ અને શુક્ર નો અસ્ત આ સમયને કઠિન અને રસહીન બનાવી રહ્યો છે!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨–