Abtak Media Google News

તા. ૧૮.૨.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ નોમ, રોહિણી  નક્ષત્ર, વિદ્યુતિ  યોગ , તૈતિલ કરણ આજે રાત્રે ૯.૫૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ  દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

કર્ક (ડ,હ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો આનંદ દાયક દિવસ .

સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.

તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે,  આગળ વધી શકો .

વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

ધન (ધ,ભ,ફ,ઢ) : કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.

મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.

કુંભ (ગ ,સ,શ) : વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

મીન (દ,ચ,ઝ,થ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–ઘણા મિત્રોને એક સરખું સ્વપ્ન રિપીટ થાય છે

ગયા અંકમાં આપણે સ્વપ્ન સંકેત વિષે વાત કરી, એ પછી ઘણા મિત્રોના પ્રતિભાવ પ્રાપ્ત થયા ઘણા મિત્રોને એક સરખું સ્વપ્ન રિપીટ થાય છે તો ઘણા મિત્રો જે સ્વપ્ન જુએ છે એ નજીક ના ભવિષ્યમાં કોઈ ને કોઈ સ્વરૂપે સામે આવે છે તો ઘણી વાર સ્વપ્ન તમને કોઈ બાબત સમજાવવા માટે આવતું હોય છે તો ઘણા મિત્રોને કેટલીક ચોક્કસ સંખ્યા વારંવાર સામે આવતી જોવા મળે છે. સ્વપ્ન એક અલૌકિક ઘટના છે અને તેના ઘણા સ્પષ્ટ સંકેતો હોય છે જો આપણે તે વાંચી શકીએ તો જીવનમાં આગળ ઘણું હકારાત્મક આવી શકે છે મારા એક ક્લાયન્ટને વારંવાર લાગતું કે સ્વપ્નમાં તેઓ ઠંડીમાં સખત ધ્રુજી રહ્યા છે સમગ્ર સ્વપ્નનું એનાલિસિસ કરી તેમને જણાવ્યું હતું કે તમારે વિદેશ જવાનું થશે અને તેઓ અત્યારે વિદેશમાં જ સ્થાઈ છે તો અન્ય એક મિત્ર સ્વપ્નમાં વારંવાર પૃથ્વીનો ગોળો જોતા તેમને જણાવેલું કે તમે કોઈ ઇન્ડસ્ટ્રી બનાવશો તેઓ પણ આજે એક નામી ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ છે વળી સ્વપ્ન કોઈ વાર ચેતવણી પણ આપતા હોય છે એક કેઈસમાં જાતકને સ્વપ્ન આવતું કે તેનો પલંગ અચાનક કોઈ અજાણી જગ્યામાં ઉડતો હોય છે મેં તેમને મકાન બદલવા કહ્યું પણ સંજોગોવશાત તેઓ મકાન ના બદલી શક્યા અને એ મકાન માં તેમને કેટલાક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો તો સ્વપ્નમાં આવતી સંખ્યાઓ પણ તમારા જીવનમાં કોઈ ને કોઈ રીતે રોલ ભજવતી હોય છે!!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.