તા. ૭.૧૧.૨૦૨૩ મંગળવાર ,સંવંત ૨૦૭૯ આસો વદ દશમ, મઘા નક્ષત્ર, બ્રહ્મ યોગ,વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : આજના દિવસે કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–શનિ કેતુનો ષડાષ્ટક યોગ વ્યક્તિને ષડયંત્રનો શિકાર બનાવે છે.
શનિ અને રાહુ કુંભ અને મીનમાં હોવાથી નાડી સંબંધમાં આવે છે અને કેતુ સાથે શનિનો ષડાષ્ટક યોગ બને છે જે દેશ અને દુનિયામાં શાંતિ સ્થપાવામાં સમય લાગશે તેમ સૂચવે છે વળી ભારતના કેટલાક રાજ્યો પણ થોડા અશાંત થતા જોવા મળશે જેમાં રાજનીતિક રીતે કર્ણાટક અને મહારાષ્ટ્ર ગણી શકાય તો ઉત્તર તરફના રાજ્યો પ્રાકૃતિક આપદા સામે લડતા જોવા મળશે ખાસ કરીને દિલ્હી અને આસપાસના રાજ્યો પ્રદુષણ અને ભૂકંપ નો શિકાર બનતા જોવા મળે જે વિષે અત્રે અગાઉ લખી ચુક્યો છું. પૂર્વોત્તરની અશાંતિ અલગ પ્રકારની છે અને ત્યાં હજુ શાંતિ સ્થાપવામાં સમય લાગશે. સૂર્ય મહારાજ ધીમે ધીમે વૃશ્ચિક તરફ જઈ રહ્યા છે જે રાજધાનીમાં પ્રદૂષણની તકલીફ દર્શાવે છે વળી સૂર્ય રાજા છે તે વૃશ્ચિક તરફ ગતિ કરે છે માટે વિશ્વના સત્તાનશીન કેટલાક નેતાઓ પોતાની ઇંનિંગ પુરી કરતા જોવા મળે કે કોઈ જગ્યા એ કાવતરા કે હુમલાનો ભોગ બનતા જોવા મળે. જે મિત્રોની વ્યક્તિગત કુંડળીમાં શનિ કેતુ ષડાષ્ટક યોગ હોય છે તેમના જીવનમાં વારંવાર છળ કપટ થતા જોવા મળે છે તેઓ આસાનીથી કોઈ ષડયંત્રનો ભોગ બનતા જોવા મળે છે. જે લેખકોએ ષડયંત્ર અને જાસૂસી પર વધુ કામ કર્યું છે તેમાંના મોટાભાગના લેખકોમાં શનિ અને રાહુ કેતુ કોઈ ને કોઈ રીતે સંબંધમાં આવતા જોવા મળે છે. શનિ અને કેતુ સાથે મળે ત્યારે પિશાચ યોગનું નિર્માણ કરે છે જે એક પ્રકારનો શ્રાપિત દોષ બને છે જેને પેઢી દર પેઢી દૂર કરવા માટે અથાક પરિશ્રમ કરવો પડે છે અને વિશિષ્ટ રીતે શિવ સાધના કરવી પડે છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–