તા. ૧૦.૪.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ બીજ, ભરણી નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.
–જાહેરજીવનના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આત્માના અવાજ પર કામ કરતા જોવા મળે
આજથી ગોચર ગ્રહોમાં સૂર્ય આત્મકારક બને છે જે આત્માના અવાજ પર વધુ ભાર આપે છે અને જાહેરજીવનના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આત્માના અવાજ પર કામ કરતા જોવા મળશે. સૂર્ય આત્મબળ આપનાર છે અને જયારે આત્મકારક બને છે ત્યારે પ્રલોભનને સાઈડમાં મૂકીને આત્માનો અવાજ સાંભળતા જોવા મળે છે અને તેમના પગલામાં એક આત્મવિશ્વાસ જોવા મળે છે! ગોચર ગ્રહોની અસર તળે ઘણા ઘટનાક્રમ એક સાથે સામે આવતા જોવા મળે છે તો ચૈત્રી નવરાત્રનું આજે બીજું નોરતું છે બીજા નોરતે માં બ્રહ્મચારિણીની સાધના થાય છે.માતા બ્રહ્મચારિણી વિદ્યા, જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી છે. માતા બ્રહ્મચારિણીને દેવી પાર્વતીના અવિવાહિત રૂપમાં પૂજવામાં આવે છે. તે સફેદ વસ્ત્ર ધારણ કરે છે. તેમના હાથમાં એક રૂદ્રાક્ષ માળા અને કમંડળ હોય છે. રૂદ્રાક્ષની માળા શિવજીને પામવા તેમની તપસ્યા દર્શાવે છે અને માતા સદાચારી જીવનનું ઉદાહરણ પૂરું પડે છે. જે બહેનો યોગ્ય જીવનસાથી શોધતા હોય છે તેમને માતા બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. જીવનમાં સંયમને આગવું સ્થાન આપતા તપસ્વીઓ માતા બ્રહ્મચારિણીની સાધના કરે છે. રહસ્યમય દેવી સાધનાઓમાં માં બ્રહ્મચારિણી જીવનમાં શીલનું રહસ્ય સમજાવે છે તથા ગોપનીયમાં ગોપનીય શાસ્ત્રો સુધી પહોંચવા ઇન્દ્રિયના સંયમ સાથે તપસ્યા અને સાધના જરૂરી છે તે દર્શાવે છે. ચૈત્રી નવરાત્રી માતા સુધી સાધના માર્ગે પહોંચવાનો રસ્તો સુઝાડે છે!
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨