તા. ૨૪ .૧.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦, પોષ સુદ ચતુર્દશી, પુનર્વસુ નક્ષત્ર, વૈદ્યુતિ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–પૈસો,પદ,પ્રતિષ્ઠા, ભોગ, વિલાસ પ્રાપ્ત કરવા માટે શુક્રની સહાયતાની જરૂર પડે છે
આજના સમયમાં ભૌતિક દોડમાં પૈસો,પદ,પ્રતિષ્ઠા, ભોગ, વિલાસ પ્રાપ્ત કરવા માટે શુક્રની સહાયતાની જરૂર પડે છે. જન્મકુંડળીમાં શુક્રની સ્થિતિ મુજબ વ્યક્તિને જીવનની ચમક દમકને ભોગ વિલાસ મળતા હોય છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે જયારે શુક્રના કારણે વિવાહનો પ્રશ્ન બનતો હોય કે જીવનમાં સારા સંબંધોમાં અડચણ આવતી હોય કે પૈસાનો પ્રવાહ રોકાતો હોય ત્યારે શુક્રના પ્રયોગ કરવાથી લાભ થાય છે. ખાસ કરીને શુક્રની અસર ધરાવતા અત્તરનો ઉપયોગ કરવાથી શુક્ર મજબૂત બને છે જો કે શુક્ર ક્યાં સ્થાનમાં છે અને કઈ રાશિમાં તથા ક્યાં ગ્રહની અસરમાં છે એ પ્રમાણે અત્તરનો શું પ્રયોગ કરવો એ નક્કી કરી શકાય છે અને એ મુજબ અત્તરનો સ્નાનમાં પ્રયોગ કે અત્તરને કપડાં પર લગાવવાનો પ્રયોગ કે જે તે વ્યક્તિને ભેટ આપવાનો પ્રયોગ કે પાણી માં વહાવવાનો પ્રયોગ કે એ મુજબના અત્તરના વિવિધ પ્રયોગ અને અત્તર સાથે અન્ય દ્રવ્ય ના પ્રયોગ અને અત્તર સિદ્ધ કરવાના પ્રયોગથી શુક્રને ચમક મળે છે. આપણી આસપાસની વસ્તુઓ માંથી જ પ્રયોગ બનતા હોય છે જન્મકુંડળીના અને ઓરાના યોગ્ય અભ્યાસ દ્વારા નિદાન કરી પ્રયોગ કરવામાં આવે તો અવશ્ય લાભ થાય છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–૭૯૯૦૫૦૦૨૮૨–