તા. ૩૧.૧.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦, પોષ વદ પાંચમ , હસ્ત નક્ષત્ર, સુકર્મા યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
મિથુન (ક,છ,ઘ) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.
કર્ક (ડ,હ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.
સિંહ (મ,ટ) : તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .
વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
–શનિદેવ લગભગ એક માસ માટે અસ્તના થવા જઈ રહ્યા છે
આવતીકાલને ગુરુવારથી ફેબ્રુઆરી માસનો પ્રારંભ થાય છે ફેબ્રુઆરી મધ્યમાં દંડ અને ન્યાયના કારક કર્મના કારક શનિદેવ લગભગ એક માસ માટે અસ્તના થવા જઈ રહ્યા છે. શનિ મહારાજ જયારે અસ્તના બને છે ત્યારે લેબરને લગતા પ્રશ્નો ખડા થાય છે વળી ખાણ ખનીજ બાબતે નવાજુની થાય છે તો ખાણ બાબતે કોઈ મોટી દુર્ઘટના ના થવા પામે તેની કાળજી લેવી પડે વળી આ સમયમાં ટ્રેન અને રોડ દુર્ઘટના તથા વિમાન દુર્ઘટનાની શક્યતા વધુ રહે છે શનિ પગના દુખાવા આપનારા તથા અચાનક અકસ્માત કરી પગને તકલીફ આપનાર પણ બને છે વળી આ સમયમાં ન્યાય પ્રક્રિયા થોડી ધીમી ચાલતી જોવા મળશે અને પેટ્રોલિયમ બાબતે પણ અછત કે ભાવવૃદ્ધિ જોવા મળે. શનિ રાજનીતિના ગ્રહ છે માટે આ સમયમાં રાજનીતિક ઉઠાપટક વધુ તેજ બનતી જોવા મળે અને અમુક રાજ્યોમાં થોડું અસંતુલન જોવા મળે વળી કેટલાક આંદોલન ફરી સજીવન થતા જોવા મળે તો કેટલાક રાજનીતિક સન્યાસ ચર્ચા માં રહે. શનિ મહારાજ પાપકર્તરીમાં આવતા હોવાથી રાજનીતિમાં ઘણા છળ કપટ અને કાવાદાવા સામે આવતા જોવા મળે. વળી પાકિસ્તાન અને અફઘાન જેવા દેશોમાં આંતરિક કલહ સામે આવે અને પરિસ્થિતિ વધુ વિકટ થતી જોવા મળે!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨