તા. ૧૪ .૪.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ છઠ, આર્દ્રા નક્ષત્ર, અતિ. યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): શત્રુઓ પર વિજય મેળવી શકો ,કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
–સિડનીમાં ફાયરિંગ અને છુરાબાજીની મોટી ઘટના બની છે
અગાઉ અત્રે છુરાબાજી, માસ કિલિંગ અને આતંકી ઘટના વિષે લખ્યા મુજબ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ફાયરિંગ અને છુરાબાજીની મોટી ઘટના બની છે તો પાકિસ્તાનમાં અલગ અલગ આતંકી ગતિવિધિમાં બલુચિસ્તાનમાં અનેક મોત થયા છે જે વિષે અત્રે લખી ચુક્યો છું, તો ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મેષમાં પધારી ચુક્યા છે જે વાતાવરણમાં પલટો આપી રહ્યા છે અને ઘણા નવા સંકેતો પણ આપી રહ્યા છે! આજરોજ ચૈત્રી છઠ્ઠું નોરતું છે. છઠા નોરતે માતા કાત્યાયની ની સાધના થાય છે. માતા કાત્યાયની ઋષિપુત્રી છે,જેમને ચાર ભુજા છે. તેમની બે ભુજાઓમાં કમળ અને તલવાર છે. એક ભુજા વર મદ્રા અને બીજી ભુજા અભય મુદ્રામાં રહે છે. મા કાત્યાયની કાત્યાયન ઋષિની પુત્રીનાં રૂપમાં પ્રગ્ટ થયા હતાં. ઋષિ મુનિઓએ અસુરોનાં અત્યાચારથી મુક્તિ અપાવવા માટે મા દુર્ગાએ તેમનું કાત્યાયની સ્વરૂપ ધારણ કર્યું હતું. માં કાત્યાયનીની પૂજા કરવાથી વિવાહયોગ્ય બહેનો સારું પાત્ર મેળવી શકે છે માતા ખુબ દયાળુ છે અને અધ્યાત્મની ઉંચાઈ પર લઇ જનારા છે તથા સંસારના તમામ સુખ આપનાર છે.નવદુર્ગાની પૂજા કરીને દસ મહાવિદ્યાઓ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ દસ મહાવિદ્યાઓની દેવીઓના નામ છે. તારા, કાલી, છિન્નમસ્તા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુરભૈરવી, ઘૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા. ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસ કરનાર અને તમામ સંયમોનું પાલન કરનારને આ દસ મહાવિદ્યાના આશિર્વાદ પણ પ્રાપ્ત થતાં હોય છે.
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી— ૭૯૯૦૫૦૦૨૮૨