Abtak Media Google News
તા ૨૧.૬.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ જેઠ સુદ ચતુર્દશી, વ્રતની પૂનમ ,વટ પૂર્ણિમા, જ્યેષ્ઠા   નક્ષત્ર ,શુભ   યોગ,  વિષ્ટિ   કરણ આજે સાંજે ૬.૧૯ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .

મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

કર્ક (ડ,હ): નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.  

તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું,  ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.  

મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો.

—-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી  ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.