તા. ૨૮.૯.૨૦૨૩ ગુરુવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ ચતુર્દશી, પૂર્વાભાદ્રપદા  નક્ષત્ર, ગર  કરણ આજે રાત્રે ૮.૨૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ)  ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.

વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.

કર્ક (ડ,હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.

કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.

વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

ધન (ધ,ભ,ફ,ઢ): મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.

કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–૨૯ સપ્ટેમ્બર શુક્રવાર ના ભાદરવી પૂનમ છે

ગોચર ગ્રહોની વાત કરીએ તો ૧લી ઓક્ટોબરે બુધ મહારાજ  કન્યા માં આવશે અને ત્યારે જ શુક્ર મહારાજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે હાલમાં બુધ મહારાજ એકલા હોવા થી શેરબજારમાં મંદીનો માહોલ સર્જી રહ્યા હતા પણ હવે સૂર્ય સાથે આવતા અને સ્વગૃહી થતા તેઓ પરિસ્થિતિ સંભાળતા જોવા મળશે વળી શુક્ર મહારાજ સિંહમાં આવતા જાહેરજીવનમાં સ્ત્રીઓનું પ્રભુત્વ જોવા મળશે. ૨૯ સપ્ટેમ્બર શુક્રવાર ના ભાદરવી પૂનમ છે અને ત્યારબાદ પિતૃપક્ષ પ્રારંભ થાય છે. પિતૃપક્ષમાં કરેલું દાન ધર્મ પુણ્ય પિતૃઓને અર્પણ થાય છે અને તેમને શાંતિ મળે છે પરંતુ આ પક્ષમાં માત્ર પિતૃકાર્ય જ નહિ પણ વડીલો માટે કાર્ય કરવાથી પણ લાભ થાય છે અને જે આપણું કર્તવ્ય પણ છે. સમાજમાં જૈફ વયે પહોંચેલા વડીલો તથા પરિવાર અને કુટુંબના વડીલો માટે આદર સત્કારનો આ શ્રેષ્ઠ સમય છે જેથી પૈતૃક રીતે આવતા દોષમાં થી મુક્ત થઇ શકાય છે વળી શનિ વૃદ્ધ લોકોને દર્શાવે છે માટે વૃદ્ધ લોકોની સેવાથી શનિ મહારાજ ખુશ થાય છે અને પીડામાં થી મુક્તિ આપે છે માટે પિતૃપક્ષને આપણે સેવા પર્વ બનાવી શકીએ અને એક હકારાત્મકતાથી જીવનમાં આગળ વધીએ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.