તા. ૯.૪.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ એકમ, રેવતી   નક્ષત્ર, વૈદ્યુતિ યોગ, કિંસ્તુઘ્ન   કરણ આજે  સવારે ૭.૩૨  સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .

વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.

સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.

તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય) : કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

–આજથી ચૈત્ર માસ અને ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે

આજથી ચૈત્ર માસ અને ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. ચૈત્રી નવરાત્રી મંગળવારથી શરુ થઇ રહી છે અને માતાનું વાહન અશ્વ છે એ આ વખતે માતા સાથે મંગળ કેતુની ઉર્જાના દર્શન કરાવે છે માતાની સાધનાથી શત્રુ પર વિજય મેળવી શકાય છે. માતાનું વાહન અશ્વ છે એટલે કે આ વર્ષે બે દેશ વચ્ચે માહોલ સંઘર્ષપૂર્ણ રહે વળી આ સમયમાં કેટલીક ચકચારી હત્યાઓ અને માથાકૂટના પ્રશ્નો બને તો બીજી તરફ આતંકી ગતિવિધિ તેજ થતી જોવા મળે પરંતુ અંતે વિજય સત્યનો થાય તો બીજી તરફ આ સમયમાં પશ્ચિમના દેશોમાં મોટી ઉથલ પાથલ અને ગોળીબારી જેવી ઘટનાઓ વારંવાર જોવા મળે અને પશ્ચિમી દેશો આર્થિક સંકટમાં આવતા જોવા મળે.આ સમયમાં ઘરેલુ હિંસાના મામલા સામે આવતા જોવા મળે.  વ્યક્તિગત રીતે જોઈએ તો ઘણા મિત્રોની પગ ની તકલીફ થતી જોવા મળે વળી સૂર્યગ્રહણ અને અન્ય ગ્રહયુતિ જોતા સવારે વહેલા ઉઠવામાં તકલીફ પડતી જોવા મળે અને સવારની નૈસર્ગીક ઉર્જા લેવી મુશ્કેલ બને તો બ્રહ્મમુહૂર્તમાં થતી સાધનાઓ પણ કઠિન થતી જોવા મળે. ચૈત્રી નવરાત્રીમાં માતાની સાધના વિશેષ ફળદાયી રહે છે ખાસ કરીને આ સમયમાં નવાર્ણ મંત્ર સિદ્ધ કરી શકાય. હિન્દૂ નવા વર્ષ સાથે આવતી ચૈત્રી નવરાત્રી સમયે આકાશમાંથી શક્તિશાળી ઉર્જાઓ આવતી હોય છે જેને સાધના દ્વારા ચક્રોમાં કેન્દ્રિત કરી વર્ષ દરમિયાન તેનો સદુપયોગ કરી શકાય. આ સમયમાં વારંવાર ગુસ્સો આવેશ અને સંઘર્ષ સામે આવતા જોવા મળે જેને ધ્યાન અને મંત્ર સાધના દ્વારા નિયંત્રિત કરી શકાય.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.