તા. ૧૩.૯.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ નિજ શ્રાવણ વદ ચતુર્દશી, અઘોરા ચતુર્દશી, મઘા નક્ષત્ર, સિદ્ધ યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! , હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ સ્ત્રીઓ પર ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ઘણા ઘરેલુ હત્યાના કિસ્સા રાષ્ટ્રીય સમાચારમાં આવી રહ્યા છે. આજરોજ અઘોરા ચતુર્દશી છે અને ત્યારબાદ અમાસ વૃદ્ધિતિથિ છે. અઘોરા ચતુર્દશીના કઠોર તપશ્ચર્યા સંકલ્પ સાથે કરવામાં આવે છે અને ત્યારબાદ આવતી અમાસનું આ સાધનામાં વિશેષ મહત્વ હોય છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો રાહુ અને કેતુ જે દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે તેઓ અનુક્રમે મીન અને કન્યામાં વક્ર ગતિએ જવા તૈયારી કરી રહ્યા છે જેની અસર નીચે ઘણા મહાનુભાવોને કારાવાસ યોગની શરૂઆત થશે તો કેટલાક ઉચ્ચ પદે બિરાજમાન લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાનું બની શકે છે વળી આ સમયમાં દરિયાઈ સંશોધન પર વધુ ભાર મુકાતો જોવા મળશે ગુરુ મહારાજ હાલ વક્રી ચાલે મેષ રાશિમાં થી પસાર થઇ રહ્યા છે અને શુક્ર ૧લી ઓક્ટોબર સુધી કર્ક રાશિમાં છે જે વ્યક્તિને પોતાની ઉંમરના પડાવ વિષે ભ્રમિત કરે છે અને વ્યક્તિ તેની સાચી અવાસ્થાનો સ્વીકાર કરવામાં ખચકાટ અનુભવતો જોવા મળે છે જો કે ઓકટોબરના અંત માં રાહુના મીન પ્રવેશ બાદ ચાંડાલ યોગ પૂર્ણ થશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨