Abtak Media Google News

  તા. ૨૧.૫.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ વૈશાખ સુદ તેરસ, સ્વાતિ  નક્ષત્ર , વ્યતિપાત   યોગ, ગર   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત)  રહેશે.


મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય
.


વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં  વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.


મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.


કર્ક (ડ,હ):તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.


સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.


કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.  


તુલા (ર,ત) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.


વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.


ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.


મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.


કુંભ (ગ ,સ,શ ) :અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.    


મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.


—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી ૭૯૯૦૫૦૦૨૮૨

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.