મેષ રાશિફળ (Aries): આજે તમારું ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમે પ્રગતિની દિશા પર આગળ વધશો. તમારા કામને લઇને મહત્વના નિર્ણયો અને પેમેન્ટ મળ્યા પછી વ્યવસાયમાં આગળ વધશો. ભૂતકાળમાં જેને શોધી રહ્યા હતા તે યોગ્ય વ્યક્તિ અને ઉજ્જવળ તક આજે તમને મળી શકે છે. આજે તમે મહત્વની કોઇ યોજના શરુ કરશો. યોજના સફળતાથી પૂર્ણ થતાં એકાદ વર્ષનો લાંબો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન તણાવથી દૂર રહીને કામ પર ધ્યાન આપજો.
વૃષભ રાશિફળ (Taurus): આજે શારીરિક કે માનસિક રીતે હેરાન હોવા છતાંય તમે જે કામ સાહસ સાથે કરશો એમાં સફળતા મેળવશો. ઓફિસ અને ઘરે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ સુધરતી જોવા મળશે. કોઇ નવા વ્યક્તિને ધંધામાં સામેલ કરતાં પહેલાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી. આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. કોઇ ગેર કાનૂની કામમાં રસ ન લેશો. તેના કારણે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો.
મિથુન રાશિફળ (Gemini): જીવનના ખરાબ અનુભવોથી શીખ લેજો. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આગળ વધજો. આજે કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. જે તમારા માટે શુભ સાબિત થઇ શક છે. પરિવારમાંથી સુખદ સમાચાર મળી શકે છે. આજે તમે પ્રસન્ન રહેશો. ઘર હોય કે ઓફિસ આજે દરેક સ્થળે તમે આરામદાયક અને વૈભવી વાતાવરણનો લાભ ઉઠાવશો. ધનપ્રાપ્તિથી આજે સંતોષ અનુભવશો. સંધ્યાકાળે પરિવાર અને મિત્રો માટે ઉદાર વર્તન રાખશો. હાલમાં જમીન અને સંપત્તિ માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
કર્ક રાશિફળ (Cancer): યુવાઓને જેવો પણ રોજગારને લગતો અવસર મળે તે પ્રાપ્ત કરી લેવો જોઇએ. કોઇ જૂના મિત્ર સાથે થયેલી વાત તમને પ્રસન્ન રાખશે. સહકર્મચારીઓના સહયોગથી આજે તમે કોઇ મોટુ કામ સફળતાથી પાર પાડી શકશો. આ સિવાય આજે કોઇ વરિષ્ઠ વ્યક્તિના સામેલ થવાથી લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદનો અંત આવી શકે છે. તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો થશે.
સિંહ રાશિફળ (Leo): આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખજો અને અનિયમિત ભોજન પર અંકુશ રાખજો. ધ્યાનમાં રાખજો કે કોઇપણ વસ્તુની અતિશિયોક્તિ નુકસાન કરી શકે છે. આજે સંધ્યાકાળથી રાત સુધી કોઇ સામાજિક કાર્યમાં સામેલ થવું પડે. પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ મળશે. ભાઈ બહેન કે કોઇ નજીકના સંબંધી સાથે પારિવારિક મુદ્દાને લઇને વિવાવદ થઇ શકે છે. કોઇ અનુભવી વ્યક્તિને વચ્ચે લાવવો. ગુસ્સા અને આવેશની જગ્યાએ શાંતિથી સમાધાન શોધવાની કોશિશ કરો.
કન્યા રાશિફળ (Virgo): આજે ત્રિકોણીય વ્યાપારી ભાગીદારી કે સંબંધોથી લાભ મળી શકે છે, પરંતુ અંગત સંબંધોમાં ત્રિકોણીય સંબંધો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. તમારા માટે સારું એ જ રહેશે કે તમામ ભૂમિકાને અલગ-અલગ રાખો. નહીં તો પડકારો આવી શકે છે. આજે અંગત સંબંધ પ્રેમભર્યો અને સહયોગવાળો રહેશે. આરોગ્ય સારું રહેવાથી અલગ-અલગ કાર્યોમાં સક્રિયતાથી ભાગ લઇ શકશો. પાર્ટનર સાથે મળીને તમે સંસાધનો ભેગા કરવામાં સફળ રહેશો.
તુલા રાશિફળ (Libra): આજે એક વાતની સ્વીકારી લેજો કે જીવનમાં જ્યારે પણ તમને જરુર પડશે ત્યારે પારિવારિક સંબંધો મો ફેરવી લેશે. આનાથી નાસીપાસ ના થતા અને ધીરજ રાખજો. સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપી શકે છે. મિત્રો તથા સંબંધીઓ સાથે વાર્તાલાપ થશે અને સંબંધ મધુર બની શકે છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio): સંધ્યાકાળનો સમય કોઇ ધાર્મિક કાર્યના આયોજનમાં પસાર થઇ શકે છે. પરિવારના સભ્યોના સહયોગના અભાવને કારણે તમારે માનસિક સ્વભાવથી પરેશાન થવું પડી શકે છે. લોકો દ્વારા મળેલા વિરોધને પોતાની હાર સમજવાને બદલે તેમના વિચારોને તેમની સામે સ્પષ્ટ રીતે મૂકવાના પ્રયાસો કરવા પડશે. જો ભાવનાત્મક તકલીફ વધુ વધે તો નજીકની વ્યક્તિની સામે ખુલીને ચર્ચા કરવી પડશે અને તમારાથી મોટી ઉંમરની વ્યક્તિ સાથે વાતચીત યોગ્ય રીતે કરવી પડશે.
ધન રાશિફળ (Sagittarius): આજે સ્વાસ્થ અને નાણાંકીય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરુર છે. બીજા લોકોના કામ માટે વધારે પડતી શક્તિ કે ઉર્જાનો વ્યય ના કરશો, કારણ કે આવા લોકો એક પછી એક મદદ માંગતા જ રહેશે. કોઇ મન પ્રમાણે કામ પૂર્ણ થવાથી દિનચર્યા સારી રહેશે. ફાયનાન્સને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ માટે નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવી શકે છે.
મકર રાશિફળ (Capricorn): અંગત જીવન સંબંધિત બાબતોમાં એકાગ્રતા વધારવાની જરૂર પડશે. કામના કારણે જે બાબતો પર તમે અત્યાર સુધી ધ્યાન આપી શક્યા ન હતા, તમારે તેમને પ્રાથમિકતા આપીને આગળ વધવાનો પ્રયાસ કરવો પડશે. કોઈપણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે એક નાની વાતનું ધ્યાન રાખવું પડશે. જો તમારી ઈમેજ નેગેટિવ થઈ જશે, તો પછી તમારા માટે બિનજરૂરી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
કુંભ રાશિફળ (Aquarius): તમારી બેદરકારીના કારણે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ શકે છે. બની શકે છે કે એના લીધે જીવનમાં કપરો સમય આવે, પરંતુ યાદ રાખજો દરેક રાતનો દિવસ ઉગે છે. આથી ધીરજ રાખજો અને સહજતાથી આગળ વધજો. આ સમય પણ વીતિ જશે. કોઇપણ અજાણ વ્યક્તિ સાથે તમારી વ્યક્તિગત યોજનાને શેર ન કરો. આજે આશાઓ પૂરી ના થતાં બેચેની રહી શકે છે. અંગત સંબંધોમાં પણ વિખવાદ ઉભો થઇ શકે છે.
મીન રાશિફળ (Pisces): આજે ધનલાભના યોગ છે, પરંતુ આરોગ્ય અને રોકાણ સંબંધી મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખજો. થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોનને ઇગ્નોર ન કરો.