તા.૨૨.૧૨.૨૦૨૩ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, માગશર સુદ દશમ, અશ્વિની નક્ષત્ર, પરિઘ યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.
વેપાર વાણિજ્ય શેરબજાર બેન્કિંગ અને આર્થિક બાબતોના કારક બુધ મહારાજ વક્રી ચાલે વૃશ્ચિકમાં પ્રવેશવા જઈ રહ્યા છે જેની અસર શેરબજાર પર જોવા મળી રહી છે વળી પાકિસ્તાનના શેરબજારમાં પણ મોટી ગિરાવટ સામે આવી છે તો ભારતનું દેવું પણ હાલનો એક પ્રશ્ન બને છે જે બુધને આનુષંગિક છે બીજી તરફ ભોગ વિલાસ ઐશ્વર્યના ગ્રહ શુક્ર મહારાજ પણ વૃશ્ચિક તરફ જઈ રહ્યા છે જે બજારની ચમક થોડી ઓછી કરવાના મૂડમાં છે અને સીને જગત માટે પણ થોડું ચિંતાજનક વાતાવરણ બની શકે છે અને આ બધા વચ્ચે ધનમાં જઈ રહેલા સેનાપતિ મંગળ મહારાજ ૧૨ સપ્ટેમ્બરથી ૨૩ જાન્યુઆરી અસ્તના ચાલી રહ્યા છે અગાઉ લખ્યા મુજબ અસ્તના ગ્રહનો અર્થ છે કે રાજા સૂર્યએ તેને કોઈ વિશેષ કામગીરી સોંપી છે માટે સરકારની વિવિધ એજન્સી અને સેના વિશેષ કામગીરીમાં છે અને બહુ જલ્દી તેના પરિણામો પણ જોવા મળશે આ સમયમાં સેના અને અન્ય એજન્સીની વિશેષ તાલીમ અને તેના કાર્ય સામે આવશે વળી અન્ય દેશમાં પણ રાજા અને સેનાપતિએ ગોઠવેલા વ્યૂહ જોવા મળશે! મંગળ અસ્તના થાય ત્યારે સંબંધોમાં તકરાર જોવા મળે છે ખાસ કરીને જમીનને લગતી બાબતોમાં પણ તકરારના કિસ્સા વધે છે અને ભાઈ ભાઈ વચ્ચે પણ મનમોટાવ વધે છે. મંગળ નિયમિત કસરત અને શારીરિક શ્રમ દર્શાવે છે માટે મંગળ અસ્તના થવાથી આ બાબતમાં નિયમિતતા જાળવવી અઘરી પડે! મંગળ શરીરના કારક હોવાથી શારીરિક બાબતે વિશેષ કાળજી લેવી પડે આ સમયમાં હોસ્પિટલોમાં પણ ઘણો બદલાવ અને નવી રચના આવતા જોવા મળે!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨