તા. ૨૨ .૧.૨૦૨૪ સોમવાર ,સંવંત ૨૦૮૦, પોષ સુદ બારસ, મૃગશીર્ષ નક્ષત્ર, બ્રહ્મ યોગ, બવ કરણ
આજે સાંજે ૪.૨૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ): સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ): આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
મિથુન (ક,છ,ઘ): કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.
કર્ક (ડ,હ): આજના દિવસે વાદ વિવાદથી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
સિંહ (મ,ટ): આજના દિવસે આકસ્મિક લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ): વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
તુલા (ર,ત): આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળમાં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક (ન ,ય ): અગાઉની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ,જ): આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
કુંભ (ગ,સ,શ): પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ,ચ,ઝ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨