તા. ૨૪.૨.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ પૂનમ, માઘી પૂર્ણિમા, મઘા નક્ષત્ર, અતિ. યોગ , બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : આજના દિવસે કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
–મઘા નક્ષત્ર અનેક રહસ્યોથી અને અનેક આશીર્વાદથી ભરેલું નક્ષત્ર છે
આજરોજ શનિવાર મઘા નક્ષત્રના માસની માઘી પૂર્ણિમા છે. મઘા નક્ષત્ર અનેક રહસ્યોથી અને અનેક આશીર્વાદથી ભરેલું નક્ષત્ર છે સિંહ રાશિમાં આવતું આ નક્ષત્ર પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ છે વળી પિતૃઓના આશિષ પણ આ નક્ષત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. મઘા નક્ષત્રમાં જન્મેલા જાતકો જીવનમાં એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરતા હોય છે. આ નક્ષત્રના આશિષ મેળવવા માટે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને અગાઉ લખ્યા મુજબ વિવિધ શુભ દ્રવ્યોથી શિવલિંગને અભિષેક કરવો જોઈએ અને સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ. આ દિવસથી વહેલા ઉઠી સૂર્ય પૂજા કરવાનો સંકલ્પ કરવો જોઈએ અને મન સ્થિર કરવા માટે ચંદ્ર ધ્યાન પણ કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં ચંદ્ર ધ્યાનને પણ વિશેષ મહત્વ આપવા માં આવ્યું છે! હાલમાં મંગળ અને શુક્ર શ્રવણ નક્ષત્ર અને મકર રાશિમાંથી ખુબ નજીક નજીક થી પસાર થઇ રહ્યા છે જે વ્યવસાયના સ્થળે જ વિશેષ આકર્ષણ જન્માવે છે મંગળ અહીં ઉચ્ચના થતા હોય આ સમયમાં શરીર સૌષ્ઠવથી આકર્ષિત કરવાની કલા વિશેષ જોવા મળે છે વળી વ્યવસાયના સ્થળે વિજાતીય આકર્ષણ વધતું જોવા મળે. મંગળ અને શુક્ર સાથે મળીને જીવન ભોગવી લેવાની ઈચ્છા બળવત્તર કરે છે વળી કેટલાક વિશેષ સંબંધોના ખુલાસા પણ આ સમયમાં જોવા મળે તો ખેલજગત અને શો બિઝનેસ કે સીને જગતના કેટલાક સંબંધો પણ ચર્ચામાં આવતા જોવા મળે!!!
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–૭૯૯૦૫૦૦૨૮૨-