તા. ૨૦.૧૦.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ આસો સુદ છઠ, મૂળ નક્ષત્ર, અતિ યોગ, કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પરથી શીખવું પડે.
સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
મકર (ખ,જ) : બીજાની ચિંતા ન કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
શરદ પૂર્ણિમા પર ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ આવી રહ્યું છે
આજરોજ શુક્રવાર ને છઠ્ઠું નોરતું છે, છઠ્ઠા નોરતે માં કાત્યાયનીની પૂજા થાય છે.નવરાત્રિના પર્વની છઠ તિથિનો દિવસ વિશેષ રીતે વિવાહ યોગ્ય કન્યાઓ માટે ફળદાયી છે. પૂજાથી કાત્યાયની માતાને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળની પૂર્તિ શક્ય બને છે. વિવાહ યોગ્ય કન્યાઓ માતા કાત્યાયનીનું પૂજન કરી શકે છે. શ્રૃંગાર સામગ્રી તથા પૂજન સામગ્રીથી માતાનું પૂજન ફળદાયી રહે છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો નીચસ્થ સૂર્ય મહારાજ મંગળ અને કેતુ સાથે હોવાથી ઘણા દેશ યુદ્ધ રોકવામાં અસમર્થ બન્યા છે અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન જેવી સ્થિતિ ઈરાનથી લઈને અન્ય દેશોમાં પણ બની શકે છે. મંગળ અને કેતુ ઘાતક રીતે આગળ વધી રહ્યા છે વળી શરદ પૂર્ણિમા પર આવી રહેલું ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ વાતાવરણને તંગ બનાવી રહ્યું છે!! માસના અંતમાં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે જે સમુદ્રમાં પણ યુદ્ધ અને લશ્કરી કવાયતો દર્શાવે છે. બુધ અને કેતુ સાથે આવવાથી શેર બજાર પર માઠી અસર આવી રહી છે જો કે ગુરુ અને રાહુ સાથે હોવાથી સોનુ તેની ચમક જાળવી રાખે છે પરંતુ બુધ જે મુદ્રાસ્થિતિ દર્શાવે છે આયાત નિકાસ દર્શાવે છે તેના પીડિત થવાથી વ્યાપાર આયાત નિકાસ અને વૈશ્વિક વ્યાપાર પર અસર પડતી જોવા મળશે આગામી પખવાડિયામાં શનિ મહારાજ માર્ગી થઇ રહ્યા છે જે રોકાયેલા બાંધકામ પુરા કરતા જોવા મળશે પરંતુ એ પહેલા ઘણા બાંધકામો યુદ્ધના લીધે કે અન્ય કારણસર ધરાશાયી થતા જોવા મળશે.સૂર્ય-બુધ-કેતુ-મંગળની યુતિ તુલામાં ઘણા લગ્નજીવનમાં ભંગાણની સ્થિતિ દર્શાવે છે તો મોટી કંપનીઓની ભાગીદારી છુટ્ટી પડતી જોવા મળે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨