તા. ૯.૨.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, પોષ વદ ચતુર્દશી, મૌની અમાસ, શ્રવણ  નક્ષત્ર, વ્યતિપાત   યોગ , ચતુષ્પાદ    કરણ આજે    જન્મેલાંની ચંદ્રરાશિ   મકર (ખ,જ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .

મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.

કર્ક (ડ,હ)  : સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.

સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .

તુલા (ર,ત) :   તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયકદિવસ .

વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.

મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .

કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.

–શનિવારથી મહા માસની ગુપ્ત નવરાત્રી શરુ થાય છે.

અગાઉ અત્રે લખ્યા મુજબ શેરમાર્કેટમાં ક્રેશ નોંધાયો છે અને એકસાથે ઘણી ઘટનાઓ સામે આવી રહી છે શનિ મહારાજ અસ્તના થવા જઈ રહ્યા છે ત્યારે જાહેરક્ષેત્રને અસર કરી રહ્યા છે અને શનિ એ પ્રજા છે માટે આ સમયમાં કેટલાક આંદોલનો પણ સામે આવી રહ્યા છે અને વિશ્વ સ્તરે ઘણા પ્રોટેસ્ટ થતા જોવા મળે તો શનિના અસ્ત થવા ટાંકણે જ પૃથ્વીનું તાપમાન વધતું જાય છે તે નોંધ સામે આવી રહી છે જે આગામી સમયમાં આપણા સૌ માટે એક મોટો પડકાર બની રહેશે અને અત્રે લખ્યા મુજબ હવે ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ બોઇલિંગ બનતું જાય છે જે માનવજાત માટે એલાર્મ સમાન છે! પોષ માસમાં અમાસનો ક્ષય છે વળી શનિ અસ્તના થાય છે જે આગામી દિવસો માટે ઘણા સૂચક છે આગામી દિવસોમાં ક્રૂર ગ્રહોની અસરથી બચવા આજે ૯ ફેબ્રુઆરી શુક્રવારે મૌની અમાસ, દર્શ અમાસ છે ત્યારે શિવ આરાધના અને શનિ આરાધના કરવી જોઈએ તથા દાન ધર્મ કરવા જોઈએ જેનાથી આગામી દિવસોમાં ક્રૂર ગ્રહોની અસર થી બચી શકાય. આવતીકાલ અને શનિવારથી મહા માસની ગુપ્ત નવરાત્રી શરુ થાય છે.માઘ અને અષાઢની નવરાત્રી ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે જેમાં દેવી માટેની ગુપ્ત આરાધના અને દશ મહાવિદ્યા સાધના પ્રારંભ કરી શકાય છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.