તા. ૨૯.૧૦.૨૦૨૩ રવિવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ એકમ, ભરણી નક્ષત્ર, સિદ્ધિ  યોગ,બાલવ કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

કર્ક (ડ,હ)   : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.

તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.

મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .

મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–ગ્રહણ પછી તુરત જ રાહુ-કેતુનું રાશિ પરિવર્તન ઘણું ઈંગિત કરે છે

ગત રાત્રીના ખંડગ્રાસ ચન્દ્રગ્રહણ પછી આવતીકાલે એટલે કે સોમવારે રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે ગ્રહણ પછી તુરત જ રાહુ-કેતુનું રાશિ પરિવર્તન ઘણું ઈંગિત કરે છે અને એક વાત નક્કી છે કે ઇઝરાયેલ યુદ્ધમાં દબાણ પછીના સમાધાનો પણ સમાધાન નહિ બને અને સમાધાન પછી પણ યુદ્ધ જેવી સ્થિતિ બની રહેશે વળી વધુને વધુ દેશ તેમાં શામેલ થતા જોવા મળશે. આગામી દોઢ માસ સુધી હજુ પણ વિશ્વ સ્તરે પરિસ્થિતિ પ્રવાહી રહેતી જોવા મળશે વળી શેરબજાર પણ ઘાયલ થતું જોવા મળશે તો બીજી તરફ વિશ્વમાં મોટી આતંકી સાજીશ આકાર લઇ રહી છે જે ગ્રહો સંકેત આપી રહ્યા છે વળી વાયુ તત્વમાં વધુ ભાર હોવાથી હવાઈ જહાજનો વિશેષ ઉપયોગ જોવા મળશે તો દરિયામાં પણ અગાઉ લખ્યા મુજબ યુદ્ધની ભૂમિકા શરુ થઇ જવા પામી છે તો મંગળના શામેલ હોવાથી ભૂકંપ જેવી આપદાઓ થી પણ સાવચેત રહેવા જેવો સમય ગણી શકાય. ભારતવર્ષની વાત કરીએ તો ઘણા કાવતરામાં કેટલાક દેશદ્રોહી તત્વો ડ્રગ્સ થી લઇ બહારના ફંડિંગ અને બદઇરાદાઓ થી ભરપૂર જોવા મળશે અને તેમની મેલી મુરાદને બર લાવવા કોઈ પણ હદે જઈ શકે છે!! વળી સંપ્રદાયના નામે આંતરવિગ્રહથી બચવા જેવો સમય ગણી શકાય તો વિશ્વ સ્તરે નવા યુગના એંધાણ જેવી સેટેલાઇટ વૉરથી લઇને તેજ અન્ય શસ્ત્ર સંશાધનો સામે આવતા જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.