તા. ૧૧.૧.૨૦૨૩ બુધવાર,
સંવંત ૨૦૭૯ પોષ વદ ચોથ,
મઘા નક્ષત્ર, આયુષ્ય યોગ,
કૌલવ કરણ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે .
મેષ (અ,લ,ઈ): આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ. પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે.
વૃષભ (બ,વ,ઉ) : આજે આ રાશિના જાતકોનો દિવસ આનંદદાયક રહેશે. નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો.
મિથુન (ક,છ,ઘ) : આજે આ રાશિના જાતકોને કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ): આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી તરફેણમાં રહેશે. પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી–વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : આજે આ રાશિના જાતકોની પ્રગતિ થશે. આજના દિવસે કામકાજમાં સફળતા મળે,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલ ભર્યો રહેશે. કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવામાં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત): આ રાશિના જાતકોને મળશે આગળ વધવાની તક. નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહેશે.
વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): આજે આ રાશિના જાતકોનો દિવસ થોડો કઠીન રહેશે પરંતુ ઈષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ): આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે માધ્યમ. કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું થશે નહિ.
કુંભ (ગ ,સ,શ): રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી