તા.૨૭.૧૨.૨૦૨૩ બુધવાર ,સંવંત ૨૦૮૦, માગશર વદ એકમ, આર્દ્રા નક્ષત્ર, બ્રહ્મ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): શત્રુઓ પર વિજય મેળવી શકો ,કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
–માત્ર મંગળ મહારાજ જ લગ્નજીવનમાં તકલીફ આપે છે એવું નથી!
આજરોજ સેનાપતિ મંગળ મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. લગ્ન બાબતે મંગળને લઇને મોટો હાઉ છે પરંતુ ઘણીવાર શુભ ગ્રહો પણ લગ્નમાં બાધક બનતા હોય છે ગુરુ મહારાજ સાતમે બિરાજમાન થાય છે ત્યારે લગ્ન વિષયક તકલીફ આપતા હોય છે. એક બહેનના લગ્નજીવનનો વિચ્છેદ માત્ર બે જ દિવસમાં થયો! માત્ર સાતમે મંગળના ઘરના ગુરુના કારણે લગ્નજીવનમાં તકલીફ જોવા મળી આમ શુભ ગ્રહ ગુરુ સાતમે જાતકને લગ્નજીવનમાં બાધા આપતો જોવા મળે છે જો કે કોઈ પણ નિર્ણય પેહલા નવમાંશમાં જોવું જરૂરી બને છે. આ જાતકને ગુરુની સાત્વિકતા એ હદે હતી કે લગ્નજીવન તેના માટે સ્વીકાર્ય બનતું નહતું આ માટે ગુરુની સાત્વિકતાને પ્રેક્ટિકલ બનાવવી પડે જેથી જાતક સાત્વિક રહે પરંતુ તેની અસર લગ્નજીવન પર ના આવે! એ પ્રમાણે ગુરુ ગ્રહના ઉપાયથી ફરી તેમને લગ્નજીવન માટે તૈયાર કરી શકાયા પરંતુ જીવનમાં એક વખત ગુરુ મહારાજ વિચ્છેદ તરફ અવશ્ય લઇ ગયા જો અગાઉ થી ગુરુ માટેની ચોક્કસ ઉપાયો તેમની પાસે કરાવવામાં આવે તો આ પ્રકારની ઘટના નિવારી શકાય આમ માત્ર મંગળ મહારાજ જ લગ્નજીવનમાં તકલીફ આપે છે એવું નથી વળી એક વાત અત્રે એ પણ છે કે કોઈ ગ્રહ અશુભ હોતો નથી પરંતુ સામા પાત્ર સાથે કઈ રીતે મેચ છે એ જોવું પડે જેથી બંનેની વિચાર યાત્રા સમાન ચાલી શકે અન્યથા લગ્નજીવનએ આજ ના સમય માટે મોટો પડકાર બનતો જાય છે ઘણા મિત્રો માત્ર ગુણ મેળવી આગળ વધતા હોય છે જે મેળાપકમાં યોગ્ય નથી આ માટે બાધા ગ્રહોનો તાલમેલ જોવો પડે છે અને વૈચારિક રીતે પણ એકબીજા ને સમજવા પડે છે!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨