તા. ૧૧.૭.૨૦૨૩ મંગળવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ નોમ, અશ્વિની નક્ષત્ર, સુકર્મા યોગ, તૈતિલ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–રાહુ બીજા ઘરમાં હોય ત્યારે તમારા ધન દોલત વિષે બડાઈ ના મારવી જોઈએ
હાલમાં શનિ મહારાજ વક્રી ચાલી રહ્યા છે શનિ મહારાજ રાજનીતિ અને રાજનેતાને રજૂ કરે છે શનિના વક્રી થવાથી અનેક રાજનેતાઓ સંકટમાં આવતા જોવા મળશે ખાસ કરીને પ્રાદેશિક પક્ષના રાજનેતાઓ અને તેને સંલગ્ન વ્યક્તિઓનું સંકટ વધતું જોવા મળશે. આગામી સમયમાં બિહારની રાજનીતિમાં મહત્વના ફેરફાર આવી શકે છે અને નીતીશકુમાર,તેજસ્વી યાદવ અને અન્ય રાજકીય વ્યક્તિઓની મુશ્કેલીઓ વધતી જોવા મળશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો હાલમાં માયાવી ગ્રહ રાહુ મેષમાં ગુરુ સાથે ચાંડાલ યોગમાં ચાલી રહ્યા છે. માયાવી ગ્રહ રાહુ કળિયુગમાં ખુબ પ્રભાવી હોય છે.
જન્મકુંડળીમાં રાહુ જ્યાં બેઠા હોય ત્યાં વ્યક્તિએ એ બાબતને લગતી ગુપ્તતા રાખવી જોઈએ અન્યથા રાહુ સારું પરિણામ આપતા નથી. રાહુ પહેલા ઘરમાં હોય તો તમારે તમારી વ્યક્તિગત યોજનાઓ કોઈને બતાવવી ના જોઈએ અને તમારા ઊંડા વિચારો અને આઈડિયા ગુપ્ત રાખવા જોઈએ જયારે રાહુ બીજા ઘરમાં હોય ત્યારે તમારે તમારા ધન દોલત વિષે બડાઈ ના મારવી જોઈએ અને તમારા રોકાણો વિષે વધુ લોકોને ના જણાવવું જોઈએ. ત્રીજે રાહુ વાળા વ્યક્તિઓએ મિત્રોની વાત ગુપ્ત રાખવી જોઈએ અને પોતાના કૌશલ્યને બિનજરૂરી જગ્યાએ ના બતાવવું જોઈએ. ચાર થી લઈને બારમા સ્થાનના રાહુ વિષે કાલે ચર્ચા કરીશું આપની કુંડળીમાં રાહુ ક્યાં બિરાજમાન છે તે તમે અમને જણાવી શકો છો!!
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨