તા. ૧૦.૧.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦, માગશર વદ ચતુર્દશી, મૂળ નક્ષત્ર, ધ્રુવ યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.
સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી shako.
વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
— મકર સંક્રાંતિ પર આ અનુભૂત પ્રયોગ દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે!
આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર સુર્યદેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરમાં એટલે કે તેમની રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય અને શનિ પિતા અને પુત્રના સૂચક છે પિતા-પુત્ર હોવા છતાં તેમના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર છે પરંતુ આ દિવસે સૂર્ય, પુત્ર શનિના ઘરમાં આવે છે આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે કેમ કે આજના દિવસે કરેલા પુણ્યકાર્યથી સૂર્ય અને શનિ બંનેની ઉર્જા પ્રાપ્ત થાય છે. આ મકર સંક્રાંતિ ઘણા વિશિષ્ટ યોગ લઈને આવી રહી છે. મકર સંક્રાંતિ સોમવારે આવી રહી છે. આથી પૂરું વર્ષ પોઝિટિવ એનર્જી મેળવવા માટે સવારે સ્નાન કર્યા પછી, શુદ્ધ જળ ભરેલા કળશમાં થોડું ગંગાજળ, ચોખા, ચંદન, કેસર, હળદર અને કંકુ નાખો. લાલ વસ્ત્ર પર એક કપ ચોખાની ઢગલી કરી ને તેના પર કળશ મૂકો અને પછી ત્રણ વખત આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. પછી કળશના પાણીથી સૂર્યને “ઓમ હ્રીં સૂર્યાય નમઃ” મંત્ર બોલતાં અર્ધ્ય આપો. આ પ્રયોગ જીવનમાં પદ પ્રતિષ્ઠા, પૈસા અને પોઝિટિવ એનર્જી આપનારો છે. આ મકર સંક્રાંતિ પર આ પ્રયોગ અવશ્ય કરો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી— ૭૯૯૦૫૦૦૨૮૨