તા. ૩૦.૬.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ અષાઢ સુદ બારસ, વિશાખા નક્ષત્ર, સાધ્ય યોગ, બવ કરણ આજે સવારે ૧૦.૧૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન ,ય ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે
કર્ક (ડ,હ):પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો
વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–સ્વગૃહી બુધના સૂર્ય સાથે બુધાદિત્ય યોગથી બુધ મજબૂત બને છે
ગોચર ગ્રહો મુજબ સ્વગૃહી બુધના સૂર્ય સાથે બુધાદિત્ય યોગથી બુધ મજબૂત બને છે જેના કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે વળી વ્યાપારમાં અને ઓનલાઇન બેન્કિંગમાં પણ ઘણા સારા પ્રતિભાવ જોવા મળશે. અત્રે અગાઉ લખ્યા મુજબ સેનાપતિ મંગલ મહારાજ સિંહ રાશિ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સરકાર અને સેના વધુને વધુ સજ્જ થતા જોવા મળી રહ્યા છે અને કેટલાક નિર્ણયો માટે સરકાર કટિબદ્ધ હોય તેવું વાતાવરણ બની રહ્યું છે તો વિદ્યાર્થીઓની રાશિ સિંહ હોવાના કારણે વિદ્યાર્થીઓ થોડા માનસિક દબાણમાં આવી શકે છે જે અત્રે લખી ચુક્યો છું
જયારે સૂર્ય બુધ બુધાદિત્ય યોગ મિથુન રાશિમાં સારા સંકેત આપી રહ્યો છે. વડાપ્રધાન શ્રી મોદીજી ની કુંડળીમાં જન્મના શુક્ર અને શનિ પર થી મંગળ પસાર થશે જેથી અનેક મહત્વની બાબતો આ સમયમાં સામે આવતી જોવા મળશે મંગળ પછી થોડા જ સમયમાં શુક્ર મહારાજ પણ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેથી ફરી વખત મંગળ શુક્ર યોગ સિંહ માં રચાશે જે પહેલા કર્ક માં યુતિ માં હતા કર્ક માં મંગળ શુક્ર સંબંધોમાં લાગણી દર્શાવતા હતા જયારે મંગળ શુક્ર સિંહમાં યુતિ કરશે ત્યારે રાજકીય ગલિયારામાં મહિલાની હિસ્સેદારી બાબત પણ ચર્ચા થશે અને ઘણી મહિલાઓનું પ્રભુત્વ આ સમયમાં સામે આવતું જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨