મેષ રાશિફળ (Aries):
નાણાકીય લાભની સંભાવના પ્રબળ છે. તમારું માન-સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં કરેલા પ્રયત્નો સફળ થશે. ગુસ્સો કરવાથી નુકસાન થશે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મનને શાંતિ મળશે. માનસિક અને આત્મિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. ઇચ્છિત કાર્ય સમયે પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. જો તમે તમારો વિકાસ કરવા ઇચ્છો છો તો તમારે થોડું સ્વાર્થીપણું પણ લાવવું જરૂરી છે. સમય સારો રહેશે.
વૃષભ રાશિફળ (Taurus):
કરિયરમાં પ્રગતિની તકો મળશે. તમારી આવડતને નિખારવાનો આ સમય છે. તમે ધાર્મિક કાર્યમાં રસ લેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમીના મનમાં થોડી શંકાઓ હોઈ શકે છે. આજે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. આળસ છોડીને પૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. સમય તમારા માટે નવી સફળતા નક્કી કરી રહ્યો છે. આવકના સાધન પણ વધી શકે છે.
મિથુન રાશિફળ (Gemini):
અટકેલા કામ પૂરા થશે. પૈસા મેળવવા માટે મહેનત વધારવી પડશે. તમારા મનમાં નકારાત્મક વિચારોને આવવા ન દો. લાંબા અંતરની મુસાફરી ટાળો. પારિવારિક જીવનમાં સંઘર્ષ થશે. કોઇ રાજનૈતિક કે ધાર્મિક ગતિવિધિઓમાં આજે તમારો સારો સમય પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે તમારો લાભદાયક સંબંધ પણ સ્થાપિત થશે. યુવા વર્ગને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.
કર્ક રાશિફળ (Cancer):
લાંબા સમયથી હેરાન કરતી માનસિક ચિંતાઓ દૂર થશે. પૂરા ઉત્સાહથી કામ કરી શકશો. પ્રોપર્ટી સંબંધિત નિર્ણયો સમજી-વિચારીને લો, તો જ નફો શક્ય છે, નહીં તો નુકસાન સહન કરવું પડી શકે છે. પરિવાર તરફથી તમને સહયોગ મળશે. આજે કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે જે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. ઉન્નતિના પણ પ્રાપ્ત થઇ શકે છે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.
સિંહ રાશિફળ (Leo):
તમારી દિનચર્યામાં ફેરફાર કરવાનો પ્રયાસ કરો. કોઈ નવું કામ શરૂ કરવાનું મન બનાવી શકો. આર્થિક કાર્યોમાં ધ્યાન પરોવવાથી મન શાંત રહેશે અને સફળતા પ્રાપ્ત થશે. પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવાનો પ્રયાસ કરો. આજે તમે શારીરિક અને માનસિક રૂપથી આશ્ચર્યજનક પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. જેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ તમને સરળતા રહેશે. યુવાઓને પણ પોતાની યોગ્યતા પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
આજે વ્યક્તિએ ધીરજ રાખવી જોઈએ અને નાની નાની બાબતો પર ગુસ્સો કરવાથી બચવું જોઈએ. જો તમે ઓનલાઈન બિઝનેસ કરો છો, તો બિઝનેસ વધારવા માટે નવી યોજનાઓ બનાવવી જોઈએ. અટવાયેલી યોજનાને ફરીથી શરૂ કરવાનો હવે યોગ્ય સમય છે અને તમને તેમાં લાભ મળશે. સફળતા મેળવવા માટે તમારે તમારી ઊર્જા એકઠી કર્યા પછી ફરીથી નીતિઓ બનાવવાની જરૂરિયાત છે. જોકે, તમે તમારા મનોબળ દ્વારા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. ઘરમાં કોઇ માંગલિક કામને લગતી યોજના પણ બનશે.
તુલા રાશિફળ (Libra):
સુખ સુવિધાઓ પર ખર્ચ વધશે, જેના કારણે લોન લેવી પડી શકે છે. તમે અજાણ્યા લોકોને મળશો. અધૂરા કામ પૂરા થશે. સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. કાર્યસ્થળ પર સિનિયર્સ તરફથી લાભ થશે. પ્રેમ સંબંધો પર વિશેષ ધ્યાન આપવું પડશે. વ્યક્તિગત તથા આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ યોજના બનશે. આજે આખો દિવસ ઘરની વ્યવસ્થા તથા સુધારને લગતા કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. બાળકો સાથે બેસીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવાથી તેમાં સુખ અને આત્મબળ વધશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
આજનો દિવસ સફળતા અપાવનાર છે. આજનો દિવસ નવી આશા સાથે શરૂ થશે. જમીનના કામો સાથે જોડાયેલા લોકોના કામમાં વધારો થઇ શકે છે. વ્યવસાયમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા તમારે વરિષ્ઠોની સલાહ લેવી જોઈએ, નહીંતર નુકસાન થઈ શકે છે. આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભરપૂર ઉપયોગ કરો.
ધન રાશિફળ (Sagittarius):
નાણાં સંબંધિત વ્યવહારો સમજદારીથી કરો. રોકેલા નાણાં પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકાર ન રહો. લોકો સાથે વાદવિવાદ ટાળો. વિવાહિત જીવનમાં સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ ચિંતાનું સમાધાન મળવાથી રાહત મળશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપી શકશો. તમારું તમારા કર્મ પ્રત્યે વધારે વિશ્વાસ રાખવો તમારા માટે હિતકારી રહેશે.
મકર રાશિફળ (Capricorn):
અચાનક ખર્ચો વધશે, જેના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. તમને દૂરથી સારા સમાચાર મળશે. સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. લવ લાઈફમાં નવી ખુશી મળી શકે છે. કોઇ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તેનાથી તમારી છાપ અને વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે. ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓને લઇને માર્કેટિંગમાં પણ સમય પસાર થશે.
કુંભ રાશિફળ (Aquarius):
ધન પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા પડશે. તમને માન-સન્માન મળશે. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. શિક્ષણના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. વિવાહિત જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. આજે તમે તમારા કામમાંથી થોડો સમય પરિવાર અને મિત્રો માટે કાઢો. તેનાથી થોડી નવી જાણકારીઓ તથા સફળતા પ્રાપ્ત થશે અને તમે તણાવમુક્ત અને ઊર્જાવાન અનુભવ કરી શકો છો.
મીન રાશિફળ (Pisces):
પરિવાર સંબંધિત કામ થશે. વાતચીતમાં અહંકાર દર્શાવવાનું ટાળો. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. યાત્રાના યોગ બની રહ્યા છે. જેના કારણે આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. સમય પોઝિટિવ પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. જરૂરિયાતમંદ તથા વડીલોની સેવા અને દેખરેખમાં પણ તમારો વિશેષ રસ રહેશે. કોઇ લગ્ન યોગ્ય સભ્ય માટે સારો સંબંધ આવવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.