તા ૫ .૧૨ .૨૦૨૪ , ગુરુવાર ,સંવંત ૨૦૮૧, માગશર સુદ ચોથ, ઉત્તરાષાઢા નક્ષત્ર , વૃદ્ધિ યોગ, બવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.
કર્ક (ડ,હ) : સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.
સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .
તુલા (ર,ત) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયકદિવસ .
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.
મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .
કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી