તા ૧૧.૧.૨૦૨૫ , શનિવાર ,સંવંત ૨૦૮૧, પોષ સુદ બારસ , રોહિણી નક્ષત્ર , શુક્લ યોગ, કૌલવ કરણ , આજે રાત્રે ૧૧.૫૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી