તા. ૨૭.૧.૨૦૨૩ શુક્રવાર,

સંવંત ૨૦૭૯ મહા સુદ છઠ

નક્ષત્ર: રેવતી  

યોગ: સિદ્ધ  

કરણ: ગર  

આજે  સાંજે ૬.૩૭ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ   મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ)  રહેશે.

મેષ (અ,લ,ઈ): આજે આ રાશિના જાતકોનો દિવસ થોડો મુશ્કેલભર્યો.વિદ્યાર્તીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

વૃષભ (બ,વ,ઉ): આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ. આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

મિથુન (ક,છ,ઘ): વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

કર્ક (ડ,હ): આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે,  મધ્યમ દિવસ.

કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

તુલા (ર,ત) : ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

વૃશ્ચિક (ન,ય): વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો.

મકર (ખ,જ): તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.