તા.૧૨.૧૨.૨૦૨૩ મંગળવાર  ,સંવંત ૨૦૮૦, કારતક વદ અમાસ, અનુરાધા નક્ષત્ર, દ્યુતિ   યોગ, ચતુષ્પાદ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય )   રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ) :વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ શેરબજાર ફૂલ તેજીમાં ચાલી રહ્યું છે અને વ્યાપાર વાણિજ્ય પણ તેજી કરી રહ્યા છે.આજે તારીખ ૧૨.૧૨ છે જેથી બે વખત ગુરુ પ્રભવી બને છે! આગામી દિવસોમાં ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૬ ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે અને ધનારખ એટલે કે કમુહૂર્તાનો એક માસ માટે પ્રારંભ થશે. ધન રાશિમાં સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ બનશે અને તેના પર ગુરુની નવમી દ્રષ્ટિ આવશે જેથી આ સમયમાં ઘણા શુભ બનાવો અને સારા સંશોધનો સામે આવશે! આ સમય એકંદરે શેરબજાર અને વ્યાપાર વાણિજ્ય માટે સારો રહેશે વળી આયાત નિકાસ અને બેન્કિંગ સેક્ટરમાં સારું રહેશે. સરકારને પણ આ સમયમાં ટેક્સથી ઘણો લાભ થશે અને અવકાશીય સંશોધનમાં પણ મહત્વના પગલાં લેવાતા જોવા મળશે. ધન રાશિમાં સૂર્ય બુધ બુધાદિત્ય યોગ ઉચ્ચ અભ્યાસને પ્રોત્સાહન આપતા જોવા મળશે વળી વિદેશ જવા ઈચ્છત મિત્રોને માર્ગ ખૂલતો જણાશે! આ સમયમાં ધાર્મિક બાબતોનું પ્રભુત્વ પણ વધતું જોવા મળશે વળી સરકારના મહત્વના ડેલિગેશન વિદેશ જતા જોવા મળશે!  અને કેટલીક મહત્વની મંત્રણાઓ પણ આ સમયમાં થતી જોવા મળશે! મંગળ મહારાજ પખવાડિયાના અંત ભાગ સુધી વૃશ્ચિકમાં જ તેની વિધ્વંશક પ્રવૃત્તિ ચાલુ રાખશે ત્યારબાદ ગુરુની ધન રાશિમાં પ્રવેશ કરશે જેથી ધર્મની રાશિ ધન રાશિમાં ફરી અંગારક યોગ શરુ થશે. આ સમયમાં સત્તાના ઉલટફેર અને નવા સમીકરણો જોવા મળશે વળી કેટલાક સત્તાના દિગ્ગજો અચાનક જ દૂર જતા જોવા મળશે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.